
દાહોદ તાલુકાના નાની લછેલી ગામે ઘરની આગળ પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડી ચોરાઈ…
દાહોદ તાલુકાના નાની લછેલી ગામે ઘરના આગળ પાર્ક કરેલી ફોરવીલર ગાડીનું અજાણ્યા વાહનચોર ટોળકી દ્વારા ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે.
દાહોદ તા. ૨૬
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના નાની લછેલી ડાક ફળીયાના રહેવાસી હિતેશભાઇ મેઘજીભાઇ માવીની
અંદાજે ત્રણ લાખ રૂપિયા કિંમતની GJ.20.N3145
સિલ્વર કલરની ફોર્સ મોટર કંપનીની ક્રુઝર ગાડી બે મહીના અગાઉ મારા અશ્વિનભાઈ હીમરાજભાઇ માવીના ઘર આગળ રોડ ઉપર પાર્ક કરી મજૂરી અર્થે બહારગામ ગયા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી ઘરની આગળ પાર્ક કરેલી કુજર ગાડીનો લોક તોડી ઉઠાતરી કરીને લઈ ગયા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે નાની લછેલી ડાક ફળીયાના રહેવાસી હિતેશભાઇ મેઘજીભાઇ માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.