લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.. દાહોદમાં એક ઠગે શોશયલ મીડિયામાં હોટ રિવ્યું રેટીંગ આપવાના બહાને 3.85 લાખ ખંખેર્યા…

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.. દાહોદમાં એક ઠગે શોશયલ મીડિયામાં હોટ રિવ્યું રેટીંગ આપવાના બહાને 3.85 લાખ ખંખેર્યા…

દાહોદ તા.૨૪

Deep Homeo & Skin Care Clinic

Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.

એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…

Dr. Hiral shah (B.H.M.S, FMC )

Mo.9879248254

નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ

 લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તેવા પ્રકારનો એક કિસ્સો દાહોદ જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં એક ઠગે ટેલીગ્રામ આઈ.ડી.ના માધ્યમથી ટ્રાવેલોકા એજન્ટ વેબસાઈટ નામથી હોટ રિવ્યું રેટીંગ આપવાના બહાને પંદર દિવસના સમય ગાળા દરમ્યાન જુદા જુદા એકાઉન્ટમાંથી ૩,૮૫,૮૦૦ રૂપિયાની ભરપાઈ કરાવી તે રૂપિયા પરત ન આપી દાહોદના વ્હોરા સમાજના એક યુવક સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર સુસેન જાેર્જરી નામના ટેલીગ્રામ આઈડીના ધારકે ટ્રાવેલોકા એજન્ટ વેબસાઈટ નામથી હોટેલ રિવ્યુ રેટીંગ આપવાના બહાને દાહોદ એમ.જી.રોડ, નજમી મહોલ્લામાં રહેતા ૩૧ વર્ષીય અબ્દુલ્લા શબ્બીર બોરડીવાલા પાસેથી તા. ૧૦-૫-૨૦૨૩ થી તા. ૨૬-૫-૨૦૨૩ સુધીમાં જુદા જુદા એકાઉન્ટમાં ૩,૮૫,૮૦૦ ભરાવડાવી તેઓના પૈસા પરત ન આપી છેતરપીંડી વિશ્વાશઘાત કર્યો હતો.

આ સંબંધે દાહોદ, એમ.જી.રોડ, નજમી મહોલ્લામાં રહેતા અબ્દુલા, શબ્બીર બોરડીવાલાએ નોંધોવેલ ફરિયાદને આધારે, દાહોદ એ ડીવીઝન પોલિસે સુસેન જાેર્જરી નામના ટેલીગ્રામ આઈડીના ધારક વિરૂધ્ધ ઈપિકો કલમ ૪૦૬, ૪૨૦ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

——————-

Share This Article