સંતરામપુર તાલુકાના નરસીંગપુર વિસ્તારમાં નીતિ નિયમોને નેવે મૂકી રેસીડેન્સી મકાનોનો કોમર્શિયલમાં ઉપયોગ થતી હોવાની ફરિયાદો.

Editor Dahod Live
2 Min Read

સંતરામપુર તાલુકાના નરસીંગપુર વિસ્તારમાં નીતિ નિયમોને નેવે મૂકી રેસીડેન્સી મકાનોનો કોમર્શિયલમાં ઉપયોગ થતી હોવાની ફરિયાદો.

સંતરામપુર તા.૨૪

સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે વિસ્તારમાં આવેલા મોટા ભાગના મકાન રોડ ઉપરના રેસીડેન્સી બાંધકામ માટે તેના જરૂરી કરવામાં આવેલો હતો.પરંતુ મોટા ભાગના મકાનો અત્યારે રોડ ઉપર આવેલા તેનો ઉપયોગ કોમર્શિયલ ધંધાઓ માટે અને ઓફિસો માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે.સરકારના મોટાભાગના ટેક્સમાં પણ નુકસાન થતું હોય છે રોડ ઉપર આવેલા નર્સિંગપુર વિસ્તારના તમામ મકાનો તેનો ભાડા પેટી ફાઇનાન્સ બેંકો નો ઉપયોગ કરવામાં આવેલો છે આ તમામનું ભાડું ફાઇનાન્સ બેન્ક હોય કે અન્ય કોઈ કંપનીની કે કોઈ બિઝનેસ માટે ભાડા પેટે આપવામાં આવે તો 40 થી 45 હજાર રૂપિયા આ મકાન માલિકો વસુલાત કરતા હોય છે ખરેખર નીતિ નિયમ મુજબ નર્સિંગપુર વિસ્તારના બાંધકામ કરેલું પહેલાથી કયા કામ માટે મંજૂરી લીધેલી તે નિયમ માટે મંજૂરી લેવી પડતી હોય છે પરંતુ અહીંયા તો સરકારના તમામ નીતિ નિયમો મૂકીને મોટાભાગના રેસિડેન્ટની મંજૂરી માંગી અને કોમર્શિયલનો બિઝનેસ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે આના કારણે સરકારના ટેક્સમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલું હોતું હોય છે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોડ ઉપર આવેલી તમામ બાંધકામ કરેલા મકાનો અત્યાર સુધી એક પણ મકાનનું હેતુફેર કરવામાં આવ્યો જ નથી ખરેખર આ બધી બાબતોમાં નર્સિંગપુર વિસ્તારના તલાટી અને સરપંચની જવાબદારી બનતી હોય છે તેમ છતાં અત્યારે આવી પરિસ્થિતિમાં સરકારી ટેક્સમાં મોટાપાયે નુકસાન થવાની જોવા મળી આવેલું છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે.

Share This Article