દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગામની મહિલાને સરકારી નોકરી અપાવવાના બહાને 1.64 લાખ પડાવનાર ભેજાંબાજ મહિલાને પોલીસે દબોચી..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગામની મહિલાને સરકારી નોકરી અપાવવાના બહાને 1.64 લાખ પડાવનાર ભેજાંબાજ મહિલાને પોલીસે દબોચી 

મૂળ ગરબાડા તાલુકાના બાવકી તેમજ હાલ ધામરડા મુકામે રહેતી ભેજાંબાજ મહિલાએ અગાઉ પણ નોકરી અપાવવાની બહાને લોકો પાસેથી પૈસા પડાવ્યા..

ચંપલની દુકાન ધરાવનાર વિધવા મહિલાની દુકાન પર ખરીદી કર્યા બાદ મિત્રતા કેળવી મહિલાને છેતરી પૈસા પડાવ્યા 

પોલીસે મહિલાના બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ બાદ જ્યુડીશલ કસ્ટડીમાં મોકલી

દાહોદ તા.૦૬

થોડા દિવસો પહેલાં દાહોદ તાલુકાવા ગલાલીયાવાડ ગામે એક મહિલાને સરકારી નોકરી અપાવવાના બહાને રૂા.૧,૬૪,૦૦૦ રૂપીયા પડાવી લીંધાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ તાલુકા પોલીસ દ્વારા ટીમ બનાવી આ મામલે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરતાં પૈસા પડાવનાર મહિલાને દાહોદ શહેરના ગોધરા રોડના ભાડાના મકાનમાંથી ઝડપી પાડી હોવાનું જાણવા મળે છે.

સરકારી નોકરી આપવાના બહાને લોકોને ઠગતી ભેજાબાજ મહિલાનો ફોટ

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મહુડી ફળિયામાં રહેતાં વિલાસબેન વિનોદભાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ગત તા.૩૦મી જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, દાહોદ તાલુકાના ધામરડા ગામે રહેતી ઈલાબેન ઉર્ફે મુન્નીબેન વિનોદભાઈ પરમારે વિલાસબેનને સરકારી સુપરવાઈઝરમાં નોકરી અપાવવાના બહાને સરકારી નોકરીની લાલચ આપી વિસાલબેન પાસેથી રૂા.૧,૬૪,૦૦૦ પડાવી લીધાં હતાં. આ બાદ નોકરી નહીં અપાવતાં વિલાસબેને ઈલાબેન પાસે આપેલ નાણાંની અવાર નવાર માંગણી કરતાં પૈસા આપતાં ન હોવાથી આખરે આ મામલે વિલાસબેને દાહોદ તાલુકા પોલીસ મથકે આ સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકા પોલીસે ત્વરીત એક્શનમાં આવી ઈલાબેનને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં હતાં. પોલીસને બાતમી મળી હતી કે, આ ઈલાબેન અલગ અલગ નામ, સરનામા બદલીને રહેતી હોય છે માટે પોલીસે તેને પકડી પાડવા હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સીસથી મોબાઈલ નંબરના લોકેશન કઢાવી દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતી ઈલાબેન ઉર્ફે મુન્નીબેન વિનોદભાઈ પરમારને પોલીસે ઝડપી પાડી હતી અને તેની પાસેથી રોકડા રૂપીયા ૯૦,૦૦૦ પણ રીકવર કર્યાં હતાં.

————————————

Share This Article