Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મારગાળા કાનપુરની 18 વર્ષ 5 માસની યુવતી ગુમ થતાં સુખસર પોલીસમાં જાણ કરાઇ

August 21, 2023
        807
ફતેપુરા તાલુકાના મારગાળા કાનપુરની 18 વર્ષ 5 માસની યુવતી ગુમ થતાં સુખસર પોલીસમાં જાણ કરાઇ

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મારગાળા કાનપુરની 18 વર્ષ 5 માસની યુવતી ગુમ થતાં સુખસર પોલીસમાં જાણ કરાઇ

યુવતીની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપતા યુવતી ઘર છોડીને ભાગી ગઈ.

સુખસર તા.21

         ફતેપુરા તાલુકાના મારગાળા ગામની યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપતાં યુવતી ગત છ દિવસ અગાઉ ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક નીકળી જતાં અને તેની શોધખોળ દરમિયાન પત્તો નહીં મળતાં ગુમશુદા યુવતીના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી યુવતી ની શોધ ખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

          સુખસર પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામના કાનપુર ફળિયામાં રહેતા ભરતભાઈ ફતાભાઈ ચંદાણાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા જણાવ્યું હતું કે,પોતાની પુત્રી સીતાબેન ઉર્ફે શીતલ ભરતભાઈ ચંદાણા ઉંમર વર્ષ 18 વર્ષ 5 માસની ઓને તેની માતાએ ઘરકામ બાબતે હળવો ઠપકો આપતા રિસાઈને તારીખ 15/8/2023 ના રોજ સવારના 10:00 વાગ્યાના અરસામાં ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગયેલ હોવા બાબતની કેફિયત આપતા સુખસર પોલીસે યુવતી ગુમ થવા અંગે જાણવાજો નોંધ કરી હોવાનું જાણવા મળે છે. ગુમશુદા યુવતીના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યુંહતું કે,પોતાની પુત્રી સીતાબેન ઉર્ફે શીતલ ઘરેથી ગુમ થયા બાદ પરિચિતો તથા સગા સંબંધીઓમાં ભાળ મેળવવા છતાં સીતાબેન ઉર્ફે શીતલનો કોઈ પત્તો નહીં લાગતા આખરે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ગુમશુદા સીતાબેન ઉર્ફે શીતલના એ ઘરેથી નીકળતા સમયે ભૂરા કલર નો પંજાબી કલરનો ડ્રેસ પહેરેલ છે.અને રંગે ઘઉં વર્ણ તથા ઊંચાઈ 5.2 ઇંચ અને ગુજરાતી ભાષા જાણતી હોવાનું જણાવ્યું છે.

       ઉપરોક્ત વર્ણન વાળી યુવતીની જે કોઈ વ્યક્તિને ભાળ મળે તેઓએ સુખસર પોલીસ સ્ટેશન ફોન નંબર 02675 235333 અથવા તપાસ કરનાર અમલદાર મોબાઈલ નંબર 90235 50432 ઉપર જાણ કરવા જણાવાયું હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!