રાજેશ વસાવે દાહોદ
જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શનમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી,
દાહોદ પોલીસે એક માસના ટૂંકા ગાળામાં જુદા-જુદા ઇનામી આરોપીઓને ઝડપી 2.5 લાખનો ઇનામ પ્રાપ્ત કર્યું..
દાહોદ તા.21
દાહોદ જિલ્લા પોલીસે એક મહિનાના સમયગાળામાં 15 જેટલા ઇનામી આરોપીઓ તેમજ તેલંગાણા રાજ્યમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઠંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા હાથ ધરતા દાહોદ પોલીસ દ્વારા જુદા જુદા ગુનાઓનો ભેદ ઉકેલિ આરોપીઓને ઝડપી પાડવામાં સફળ થતા તેઓએ આરોપીઓને ઝડપી પાડવામાં જાહેર કરેલ ઇનામોમાં કુલ 2.05 લાખનો ઇનામ પણ પ્રાપ્ત કર્યો છે.
દાહોદ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ અધિક્ષક રાજદીપ સિંહ ઝાલાએ ચાર્જ લીધા બાદ દાહોદ જિલ્લામાં અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા તેમજ લાંબા ગાળાથી પોલીસ ચોપડે વોન્ટેડ એવા દાહોદ જિલ્લાના નહીં પરંતુ બહારના જિલ્લાના પણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશ્યલ વ્યૂહરચના ઘડી તેમજ પોલીસ અધિક્ષક ઇન્વેસ્ટિગેશનમાં આગવી કુનેહ ધરાવતા હોઈ તેઓના માર્ગદર્શનમાં એલસીબી પોલીસે છેલ્લા એક મહિનામાં 15 જેટલા વર્ષોથી પોલીસ ચોપડે વોન્ટેડ ગણાતા ઇનામી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં દાહોદ એલસીબી પોલીસે 10,000 ની ઇનામી ધરાવતા 15 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી 1.50 લાખનો પુરસ્કૃત ઇનામ પ્રાપ્ત કર્યું છે તો સાથે સાથે બાળ તસ્કરી ગેંગને ઝડપી પાડવામાં સફળ થયેલા એ ડિવિઝન પોલીસને રાજસ્થાનની જોધપુર પોલીસે 5000 નું ઇનામ, કાકા તાજેતરમાં તેલંગાણામાં ઘરફોડ ચોરીના બે ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસ ઝડપી તેલંગાણા પોલીસને સુપ્રત કરતા તેલંગાણા પોલીસે દાહોદ એલસીબી પોલીસને 50,000 રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.
આમ એક મહિનામાં જુદા-જુદા ગુનાઓના ભેદ ઉકેલી વોન્ટેડ આરોપીઓને જેલની સલાખોકની પાછળ ધકેલી ઉત્કૃષ્ટ કામગીરીની સાથે સાથે બે લાખ પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ પ્રાપ્ત કર્યું છે.