દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગરબાડા દ્વારા ધારાસભ્યના કાર્યાલય ગરબાડા ખાતે આવેદનપત્ર પાઠવ્યું.
તારીખ : ૧૯ ઓગસ્ટ
જે આવેદનપત્ર તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રી સાથે થયેલા સમાધાન મુજબ મુખ્ય ત્રણ પડતા પ્રશ્નોનો ઉકેલ ન મળતા આવેદનપત્ર આપ્યું હતું જેમા તારીખ 1 /4 /2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમણે થયેલા સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ 1/ 4 / 2005 પછી ભરતીમાં થયેલ કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ માં સરકાર દ્વારા 10% ને બદલે 14% ફાળો ઉમેરવા તેમજ 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા બાબત જે પરીક્ષા ન લેવાય હોય તેવા કિસ્સામાં ઉ.પ.ધો લાભ કેટુ કેસ નિર્ણય કરવામાં આવે તેમ સમાધાન માં નક્કી કરવામાં આવ્યું હતું આ બાબતોને લઈને ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.