દાહોદના મુક્તિધામમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝર સહિતની કામગીરી કરી ડસ્ટબીન મુકવામાં આવ્યા…

Editor Dahod Live
1 Min Read
 જીગ્નેશ બારીયા :- દાહોદ 
દાહોદના મુક્તિધામમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સેનેટાઇઝર સહિતની કામગીરી કરાઈ 
મુક્તિધામમાં તંત્ર દ્વારા ડસ્ટબીન પણ મુકાવ્યા 

દાહોદ તા.૨

દાહોદ શહેરના મુક્તિધામ ખાતે પંદર દિવસથી અહીં સવારથી મોડી રાત સુધી મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા આ હિન્દુ મુક્તિધામ ખાતે સેનેટાઈઝર છાંટવાની કામગીરી સહિત દસ્ટબીન પણ મૂકવામાં આપવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે જેના પગલે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દાહોદના સ્મશાન ગૃહની વાત કરીએ તો વહેલી સવારથી મોડી રાત્રી સુધી કોરોના દર્દીઓ તેમજ અન્ય મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ દાહોદ નગરપાલિકા દ્વારા આ દાહોદના સ્મશાન ગૃહમાં સેનેટાઈઝર છાંટવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્મશાનગૃહમાં થતાં કચરા માટે દસ્ટબીનો પણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે આખા સ્મશાનગૃહ નું સાફ – સફાઈ પણ કરવામાં આવી રહી છે.

Share This Article