રાજેશ વસાવે :- દાહોદ
પોલીસ અધિક્ષક રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શનમાં વિદેશી દારૂના પરિવહનમાં સંકળાયેલા તત્વો સામે પોલીસની લાલ આંખ,બુટલેગરોમાં ફફડાટ.
દાહોદ એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર સનું પલાસના લાખો રૂપિયાના દારૂ સાથે બે ખેપિયાઓને ઝડપી પાડ્યા…
દશલા નજીક દાહોદ LCB પોલીસે બે ફોર વહીલ ગાડીમાંથી 13 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો…
દાહોદ તા.17
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરફેરમાં સંકળાયેલા બુટલેગર તત્વો સક્રિય થતા જિલ્લા પોલીસવાળા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બનેલી દાહોદ પોલીસ દ્વારા બુટલેગર તત્વો સામે લાલ આંખ કરી વિદેશી દારૂની બધી માં સંકળાયેલા લીસ્ટેડ બુટલેગરોને જેલ ભેગા કરતા વિદેશી દારૂની હેરફેરમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે ગત રોજ દાહોદ એલસીબી પી.આઇ કે.ડી.ડીંડોર તેમજ તેમની ટીમ કતવારા ખાતે પેટ્રોલિંગમાં નીકળી હતી.તે દરમિયાન કુખ્યાત બુટલેગર સનુ પલાસ અને તેના માણસો દ્વારા મધ્યપ્રદેશના રાણાપુરથી નિમચ,ગાંગરડા,દસલા,દેવદા થઈ માતવા તેમજ આજુબાજુના વિસ્તારોમાં વિદેશી દારૂના લાખો રૂપિયાના જથ્થાને કટીંગ માટે લવાતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી પોલીસે વોચ દરમિયાન બાતમીમાં દર્શાવેલ GJ.01.HK.7220 નંબરની ઇનોવા ગાડી તેમજ એક વગર નંબરની હુંડાઈ વેન્યુ ગાડી આવતા પોલીસે બંને ગાડીઓને રોકી તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 65 પેટીઓમાં 2,040 બોટલો મળી કુલ 2.54 લાખનો વિદેશી દારૂ તેમજ 05 લાખ રૂપિયાની કિંમતની ગાડી મળી કુલ 7.54 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.ત્યારે હુન્ડાઈ કંપનીની ગાડીમાંથી 29 પેટીઓમાં 816 નંગ બોટલો જેની કિંમત 95,520 ના વિદેશી દારૂની કિંમતની બોટલો,મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 5.96,લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને ગાડીઓમાં વિદેશી દારૂ ભરી લાવનાર અમરાભાઈ રમણભાઈ ડામોર (રહેવાસી માતવા ડામોર ફળિયું) તેમજ લક્ષ્મણભાઈ ચુનિયાભાઈ માવી ( રહેવાસી માતવા નવા ફળીયા) ની અટકાયત કરી કુલ 13.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને ગાડીઓના ચાલકો તેમજ કુખ્યાત બુટલેગર સનુ પલાસ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કર્યો હતો