
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા પોલીસે લીસ્ટેડ બુટલેગરને ઝડપી જેલભેગો કર્યો…
લિસ્ટેડ બુટલેગર જેલ ભેગો થતા પંથકમાં દારૂની હાઠડી ચલાવતા બૂટલેગરોમાં ફફડાટ
ગરબાડા તા. ૧૩
દાહોદ એસ.પી ની સૂચનાથી દારૂબંધીને ડામી દેવા માટે ગરબાડા પોલીસ ક્યાંક એક્શનમાં જોવા મળી રહી છે.ગરબાડા પોલીસે છેલ્લા એક સપ્તાહમાં બે લિસ્ટેડ બુટલેગરોને ઝડપી પાડી ગેલ ભેગા કર્યા હતા મળતી વિગતો અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ના સફળતા વોન્ટેડ આરોપી તેમજ બુટલેગરો ને પકડી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે લિસ્ટેડ પ્રોહી બુટલેગર કમલેશભાઈ બદીયાભાઈ પરમાર રહે પાટીયા તેમજ રમેશભાઈ ઝાલાભાઇ દેહતા રહે દેવધા ને પોલીસે કોમ્બિંગ ઓપરેશન કરી બંને આરોપીને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.