રાહુલ ગારી ગરબાડા
ગરબાડા પોલીસે પાંચ મહિનાથી પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ગાંગરડા ચોકડી પરથી દબોચી જેલભેગો કર્યો..
વોન્ટેડ આરોપી ક્રિમિનલ કેસમાં સી.આર.પી.સી 70 મુજબના વોરંટ માં ફરાર હતો
ગરબાડા તા. 5
ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દાહોદ રૂલર પોલીસ મથક ના ક્રિમિનલ કેસ 70 મુજબના વોન્ટેડ નો આરોપી નાસ્તો ફરતો માતવા ગામનો મિથુન જવા માંવી ગાંગડા ચોકડી થી દાહોદ તરફ જનાર હોવાની ચોક્કસ બાતમીની ગરબાડા પોલીસને મળી હતી પોલીસે વોચ ગોઠવી આરોપી મિથુન માવી પેસેન્જર વાહનમાં થી ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..