વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોને મૂળિયામાંથી ઉખેડનાર ડો.રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા..

Editor Dahod Live
2 Min Read

વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોને મૂળિયામાંથી ઉખેડનાર ડો.રાજદીપસિંહ ઝાલા દાહોદ SP તરીકે મુકાયા..

ગત દિવસોમાં જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ઉપરા છાપરી રેડના પગલે પોલીસ અધિક્ષકની બદલી થઈ હોવાની ચર્ચાઓ.. 

દાહોદ તા ૨૮

ગુજરાત સરકારે ગતસાંજે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરતાં આ બદલીઓના દોરમાં પંચમહાલ રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયા,પોલીસ અધિક્ષક બલરામ મીણા,તેમજ નવનિયુક્ત એસ.પી જગદીશ બાંગરવાની બદલી કરવામાં આવી છે.ઉપરોક્ત અધિકારીઓની બદલી થતાં 2002માં દાહોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવનાર રાજેન્દ્ર અસારીની પંચમહાલ રેન્જ આઇ.જી.તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જયારે વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોને જડમૂળમાંથી ઉખેડનાર ડો. રાજદીપ સિંહ ઝાલાને દાહોદ એસપી તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ASP તરીકે કે સિદ્ધાર્થની પહેલાથી જ નિમુણક કરી દેવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોના સ્ટ્રોંગ નેટવર્કને નેસ્તેનાબૂદ કરી છેલ્લા ત્રણ વર્ષથી દારૂ જુગાર ઉપર સદંતર અંકુશ રાખવામાં સફળ રહેનાર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાની દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી થતા બુટલેગરોમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.જોકે છેલ્લા દાહોદ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા ઉપરા છાપરી દરોડા પડતા આ બદલીઓના દોરમાં દાહોદ જિલ્લામાંથી દારૂ જુગારની બદીમાંથી મુક્ત કરાવવા સરકારે વલસાડ જીલ્લામાં બુટલેગરોને નવ નેજા પાણી લાવનાર પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાને મૂક્યા હોવાની ચર્ચાઓ જોરશોર થી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં વીતેલા કેટલાક દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉપરાંત પાડી વિદેશી દારૂ તેમજ જુગારની હાટડીઓ ઉપર દરોડો પાડ્યા હતા.જેની નોંધ સરકારમાં ગંભીર રીતે પડી હતી.જેના પગલે આજે બદલીઓના દોરમાં સતત ત્રણ વર્ષ સુધી જિલ્લાને દારૂ જુગારના વ્યસનમાંથી મુક્ત રાખી બુટલેગર તેમજ જુગારીયાઓને નેસ્તેનાબૂદ કરનાર 2012 ની બેચના વલસાડ એસ.પી તરીકે ફરજ બજાવતા ડો.રાજદીપસિંહ ઝાલાની દાહોદ ખાતે નિમણૂક કરવામાં આવી છે. અત્યારે દાહોદ તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવનાર બુટલેગર ઉપર ચોક્કસપણે ચોક્કસપણે અંકુશ આવશે તેઓ હાલના તબક્કે જાણવા મળ્યું છે.

Share This Article