*મણિપુરની મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમા કરવામાં આવેલ સામુહિક જધન્ય રેપ ઘટનાને પગલે ખેરગામમાં આક્રોશ રેલી નીકળી.*
છેલ્લા કેટલાંય મહિનાઓથી મણિપુરમાં મૈતેઇ અને નાગા-કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસા રોકાવાનું નામ નથી લેતી જેમાં અનેક લોકોએ પોતાના કિંમતી જાનમાલનું જંગી નુકસાન સહન કરવું પડ્યું.થોડા સમય પહેલા સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા કુકી સમુદાયનું ત્રણ મહિલાઓ પર મૈતેઇ સમુદાયનાં હજારોનાં ટોળા દ્વારા સામુહિક બળાત્કારની ઘટનાથી આખા દેશમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે.વિપક્ષથી લઈને દેશ-વિદેશનાં સેલિબ્રિટીઓએ ઘટનાને વખોડી નાખી છે.સમગ્ર દેશમાંથી આરોપીઓ પર ફિટકાર વરસી રહ્યો છે અને આરોપીઓને ફાંસી થાય રહ્યો છે.એને પગલે ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્યના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાનાં માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમની ટીમ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલ,કલ્પેશ પટેલ,કમલેશ પટેલ,પંકજ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,ખેરગામ સરપંચ ઝરણાંબેન ધર્મેશભાઈ,ભગવતીબેન દિનેશભાઇ,જયશ્રી પટેલ,રૂઢિગ્રામ સભા અધ્યક્ષ રમેશ પટેલ,ડો. કૃણાલ,ડો.પંકજ,ડો.રાકેશ પટેલ, ડો.રવિન્દ્ર,જીગ્નેશ પટેલ,તિલક પટેલ,ધનસુખભાઇ, ધર્મેશભાઈ,હિતેશ પટેલ,શશીન પટેલ,હિમાંશુ પટેલ,મોહનકાકા,મુકેશભાઈ આર્મી,કિરણ પટેલ,અરુણ પટેલ,દલપત પટેલ,અરવિંદભાઈ પટેલ,કીર્તિ પટેલ,જયેશભાઇ ડીઓ,માજી સરપંચ અશ્વિન પટેલ,વિમલ પટેલ,ચેતન ફોટોગ્રાફી,અક્ષર,ઉત્તમભાઈ,કનુભાઈ, ઈશ્વરભાઈ,અનિલભાઈ, ચંપકભાઈ,રીંકેશ,ભાવેશ,ભાવિન કાર્તિક,જીગર,હિતેન્દ્ર,અક્ષિત,જીતેશ,ભૂમિક,કીર્તન,પથિક,પંકજ, અનસૂયા,પ્રિતેશ,દિવ્યેશ,રોહિત, મુન્નાભાઈ,અમિત,ગોટુ,પ્રજ્ઞેશ, હિતેશ, નિલેશ,મિનેષ,મંગુભાઇ,નિકુંજભાઈ,સંદીપભાઈ,સંજયભાઈ,નટુભાઈ,ઠાકોરભાઈ,અંકિતભાઈ,કિશનભાઈ,સુભાષભાઈ,સાજીદભાઈ, શાહરુખ,આશિષ, ભીખુભાઇ,નિતેશભાઈ,જીતેન્દ્ર, જીગ્નેશ,મંગો,ભાવિક,પીંટેશ, યશ,સૌરભ,મયુર,પરિમલ,કૃણાલ, પુરવ,શીલાબેન,જયાબેન,નમ્રતાબેન,દમયંતીબેન,નલિનીબેન,જાગૃતિબેન,ચંપાબેન,અમિષા,નીતા,વંદના,શીતલ,મનાલી,આયુષી, ભાવિકા,આશિકા,ટ્વિકંલ,ખ્યાતિ,હેત્વી,બ્રિજલ અંજનીકા,મનીષાબેન,પ્રવિણાબેન,વનીતાબેન, મંગીબેન,તન્વીબેન,લીલાબેન,સવિતાબેન સહિત મોટી સંખ્યામા યુવાનો,વડીલો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે મણિપુરમાં ફાટેલી હિંસામાં સ્ત્રીઓનો બદલો લેવાની વસ્તુ તરીકે ઉપયોગ કરવો એ કોઈપણ કાળે સ્વીકાર્ય નથી,પછી ભલે એ કોઈપણ જાતિ,ધર્મ અને સમુદાય ની હોય તો પણ એ જઘન્ય અપરાધ ચલાવી લેવામાં આવશે નહિ.ઘટનાનાં 77 દિવસ પછી સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી મણિપુર પોલિસ પર દબાણ આવવાથી છેક આજે એક આરોપીની ધરપકડ થયેલ છે.પીડિતાના આક્ષેપ અનુસાર પોલિસે જ અમને ટોળાને સોંપી દિધેલ હતી.અમારો સવાલ છે કે 18/5 ની FIR છેક 22/6 એ સ્થાનિક પોલિસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી અને આજે 21/7 સુધી પોલિસ શું સૂતી હતી?સમસ્ત આદિવાસી સમાજ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરે છે અને આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરે છે અને અપરાધમાં સહભાગી થનાર પોલિસને પણ કડકમાં કડક સજા આપવાની માંગ કરે છે.