મણીપુરમાં મહિલાઓ સાથે બરબર્તાના મુદ્દે કોંગ્રેસે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું..
દાહોદ તા.૨૧
મણિપુરમાં બે મહિલાઓને સાથેની બર્બરતાની ઘટનાને લઈ દાહોદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપતીને સંબોધતું આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી જ્યારે કોંગ્રેસની મહિલાઓ તેમજ પુરૂષો દ્વારા હાય રે ભાજપ સરકાર.. હાય રે મોદી.. ના નારા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારનો ભારે વિરોધ પણ કર્યાે હતો.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહારો સાથે હાય રે ભાજપ સરકાર.. હાય રે મોદી.. ના ભારે નારા લગાવ્યાં હતાં. દાહોદ કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા દેશના રાષ્ટ્રપતિને સંબોધતુ એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યાં અનુસાર, ભારતના છેવાડે આવેલું મણિપુર રાજ્યમાં છેલ્લા દોડ મહિનાથી વધુ સમયથી ત્યાં બે જાતિઓ વચ્ચે કોમી રમખાણો ચાલી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર મણિપુરના રમખાણોને કાબુમાં કરવામાં નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો સાથે અને સાથેજ બે દિવસ અગાઉ બનેલી મહિલાઓ સાથે ની ઘટના કે જે દેશજ નહિ પરંતુ દુનિયામાં તે ઘટનાએ ચકચાર મચાવી મુકી છે જેમાં બે આદિવાસી સમાજની મહિલાઓને ર્નિવસ્ત્ર કરી તેનું ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું અને જે બાદ તે બન્ને મહિલાઓ ઉપર કેટલાય લોકોના ટોળાએ દુષ્કર્મ આચર્યુ અને જે બાદ આ ઘટનાનો વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ થતા દેશ ભરમાં તેમજ દુનિયા ભરમાંથી આ ઘટનાને વખોડવામાં આવી ટીકા ટિપ્પણીઓ સરકારો ઉપર થવા લાગી જેને લઈને આજરોજ દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા મણિપુરમાં બનેલી મહિલાઓ સાથેની ઘટનામાં ગુનેગારો સામે કાયદાકીય કડકમાં કડક પગલાં લઈ સમાજમાં દાખલો બેસાડવા માટેનું આવેદન રાષટ્રપતિ દ્રોપદી મુરમુંજીને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના માજી સાંસદ માજી ધારાસભ્યો હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્તિથ જિલ્લા સેવાસદન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
——————–
