મહેન્દ્ર ચારેલ
મણિપુરની ઘટનાને લઈને સંજેલી આમ આદમી પાર્ટીએ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું..
સંજેલી તા.21
સંજેલી તાલુકામાં આવેલ મામલતદાર કચેરી ખાતે આજરોજ આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. મણિપુરના થાઉંબલ જિલ્લામાં ચોથી મેના રોજ આશરે એક હજાર મેઈતેઈ લોકોના ટોળાએ એક ગામ પર હુમલો કર્યો. હુમલોખોરોએ કુકી સમુદાયની ત્રણ મહિલા અને બે પુરુષને પકડી લીધા. એક મહિલા જીવ બચાવીને ભાગી ગઈ જ્યારે બેને નિર્વસ્ત્ર કરીને કરાવીને એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. આ ઉપરાંત ટોળાએ બે પુરુષની ગોળી મારીને હત્યા કરી. આ વીડિયો જોયા પછી આખો પુરુષ સમાજ શરમ જનક થઈ જાય તેવો વિડિયો વાઇરલ થયો છે. જેમાં મહિલાને નિ વ્રસ્ત્ર કરીને પરેડ કરાવાઈ છે સરેઆમ ઈજ્જત લૂંટાઈ રહી છે અને આ નરાધમો દ્વારા બળાત્કાર ગુજારીને કપડાં કઢાવીને જે કૃત્ય કરવામાં આવેલ છે એ બાબતે સરકારની આખો ખોલવા માટે આમ આદમી સંજેલી દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
