રાજેશ વસાવે દાહોદ
સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરા છાપરી દરોડા બાદ LCB પોલીસ એક્શનમાં
દાહોદ એલસીબી પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપ્યા..
દાહોદ જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા પર એસએમસીની દરોડા જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થાનીક પોલીસનો ઉઘડો લીધો..
દાહોદ તા.૨૦
દાહોદ એલસીબી પોલીસે દાહોદ એ ડિવિઝન તેમજ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા પાંચ સ્થળે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1745 બોટલો મળી કુલ ૨,૩૭ લાખના મુદ્દામલ જપ્ત કરી કુલ પાંચ બુટલેગરો સામે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.
દાહોદ જિલ્લામાં તાજેતરમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂ તેમજ જુગારધામ ઝડપી પાડતા એક તરફ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતાં. તો બીજી તરફ દાહોદ જિલ્લામાં વિદેશી દારૂ તેમના જુગાર મામલે પોલીસ અધિક્ષકે એલસીબી પાસે પણ ક્રાઈમ કોન્ફરન્સમાં ખુલાસો માંગી ઉઘડો લીધો હતો. જે બાદ એક્શનમાં આવેલી એલસીબી પોલીસે રળીયાતી ખાતે ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ પડી હતી જેમાં ભરત ફકીરા સાસીના રહેણાંક મકાનમાંથી ૧૬૯ બોટલો મળી ૨૫.૧૩૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તો તેની બાજુમાં ગીતાબેન રાયસીંગભાઇ સાંસીના ઘરમાં સંતાડેલી ભારતીય બનાવટની જુદાજુદા બ્રાન્ડની ૧૬૯ બોટલો ૨૭૮૬૦ રૂપિયાનો દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને જેલ ભેગા કર્યા હતા. ત્યારબાદ એલસીબી પોલીસે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનાસ ગામે દિનેશ શકરા કઠોતના રહેના અંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની ૨૪૪ બોટલો મળી 28,822 નો દારૂ સાથે દિનેશ શકરા કઠોતને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એલસીબી પોલીસે હિમાલયા ગામના પરમાર ફળિયાના ગોદાવરી બેન મનુભાઈ પેલિયારના મકાનમાંથી ભારતીય બનાવટની 574 બોટલ મળી ૭૪,૦૦૨ રૂપિયાનો દારૂ સાથે ગોદાવરીબેન ને ઝડપી પાડી તેમનાં જ વિસ્તારમાં જગત કોયચંદ પેલિયાના મકાનમાંથી જુદા જુદા મારકાની 597 બોટલ મળી ૮૧,૭૫૦ રૂપિયાના દારૂ સાથે જગત કોયચંદ પેલિયાની અટકાયત કરી હતી.
આમ એલસીબી પોલીસે પાંચ જુદા જુદા વિસ્તારમાંથી 2,37,૫૬૪ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે દારૂ નો વિપ્લવ કરનાર પાંચ બુટલેગરોને ઝડપી જેલ ભેગા કર્યા છે..
