
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ICDS વિભાગ દ્વારા મીલેટ્સ વાનગી હરીફાઈનું આયોજન કરાયું
તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા ઉપસ્થિત રહ્યા વિજેતાને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા.
ગરબાડા તા 13
આજે તારીખ 13 જુલાઈના રોજ ગરબાડા આંગણવાડી વર્કર બહેનો તેમજ તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે ICDS વિભાગ દ્વારા મીલેટ્સ વાનગી હરીફાઈનું આયોજન કરાયું જેમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં બાજરી રાગી જુવાર ધાન્યમાંથી વર્કર તેડાગર બહેનો ને મિલેટસ વાનગી હરિફાઈ વિશેની વિગતવાર માહિતી આપી અને વર્કર બહેનોને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને વિજેતા બનેલી બહેનોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વર્કર બહેનો આઇ.સી.ડી.એસ વિભાગનો સ્ટાફ ઉપરથી રહ્યો હતો.