દાહોદમાં ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ આપવાના કાર્યક્રમમાં ફોટા પાડવાની લ્હાયમાં ગરીબ લાભાર્થીઓને ધનેરીયાવાળા અનાજનો જથ્થો પધરાવી દીધો

Editor Dahod Live
4 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ આપવાના કાર્યક્રમમાં ફોટા પાડવાની લ્હાયમાં લાભાર્થીઓને ધનેરીયાવાળા અનાજનો જથ્થો પધરાવી દીધો

લાભાર્થીઓને આપવામાં આવેલા અનાજના જથ્થામાં ધાનેરીયા કાંકરા તેમજ માટી હોવાના આક્ષેપો

દાહોદ તા.૨૪

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામુલ્યે અનાજનું વિતરણ કાર્યક્રમાં હાલ દાહોદ જિલ્લામાં ચાલી રહ્યો છે. આજરોજ આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગરીબ લાભાર્થીઓને આપવામાં આવેલ અનાજના જથ્થામાં ધનેરીયા, જીવાતો, કાકંરા, માટી તેમજ સડી ગયેલા અનાજ મળતાં ગ્રામજનોમાં નારાજગી જાેવા મળી હતી. આજરોજ

 

 

આ અનાજ વિતરણ કાર્યક્રમમાં સાંસદની ઉપસ્થિતીમાં આ અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો. ધનેયા, જીવાતો, કાકંરાવાળું તેમજ સડેલ અનાજનો જથ્થો લાભાર્થીઓને મળતાં લોકોમાં ભારે રોષ પણ જાેવા મળ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં અન્ય બીજા ગ્રામીણ વિસ્તારો તેમજ સ્થળાએ પણ આવોજ અનાજનો જથ્થો મળ્યો હોવાની લાભાર્થીઓની બુમો ઉઠવા પામી છે ત્યારે શું સરકાર અને પુરવઠા વિભાગ ગરીબોની મજાક, મસ્કરી ઉડાવવા બેઠા છે? જેવા અનેક સવાલો લોકોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે.

 

 

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગરીબોને વિના મુલ્યે અનાજ આપવાની વાતો કરી રહી છે અને બીજી તરફ આપવામાં આવતો અનાજના જથ્થામાં ધનેરીયા, જીવાતો, કાંકરા તેમજ સડી ગયેલ અનાજ ગરીબ લાભાર્થીઓને મળતાં લોકોમાં ભારે રોષ સાથે નારાજગી જાેવા મળી છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓને આપવામાં આવેલ ઘઉં, ચોખા વિગેરે જેવા અનાજના જથ્થામાં જીવાતો સહિત ખામીઓ જાેવા મળી છે. આ અનાજનો જથ્થો પશુ પણ ખાઈ ન શકે તેવા છે ત્યારે સંલગ્ન તંત્રના જવાબદાર અધિકારીઓ આવા અનાજનું લોકો સુધી ચકાસણી કર્યાં વગર જ પહોંચતું કરી દે છે? જેવા અનેક સવાલો લોકોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે. ગરીબોને સરેઆમ મજાક, મસ્કરી ઉડતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આજરોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંસદ તેમજ આગેવાનોની અને અધિકારીઓની ઉપસ્થિતીમાં લીમડી નગરમાં વિના મુલ્ય અનાજનું વિતરણ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. આપવામાં આવેર ઘઉંમાં જીવાતો, કાંકરા, ધનેરીયા હોવાની લાભાર્થીઓમાં બુમો ઉઠવા પામી હતી. લાભાર્થીઓ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, આપવામાં આવેલ અનાજમાં જીવાતો, કાંકરા, ધનેરીયા જાેવા મળ્યાં છે. આ અનાજ પશુઓ પણ ખાઈ ન શકે તેવા છે. દાહોદ જિલ્લામાં અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યાં છે જિલ્લાના અન્ય સ્થળોએ પણ અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાંય પણ અનાજમાં ધનેરીયા, કાંકરા, જીવાતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ સમગ્ર માલમે પ્રજાની મશ્કરી ન કરી લાભાર્થીઓને સાફ સુથરૂ અનાજ આપવામાં આવે તે આજના સમયની માંગ છે.

દાહોદમાં વિતરણ કરાયેલો અનાજ ખાવા લાયક ન હોવાના કારણે લાભાર્થીઓ માં ફરિયાદો ઉઠવા પામી છે એ બાબતે યોગ્ય તપાસ કરી ગોડાઉનને પરત કરવામાં આવશે ખરાબ અનાજના જથ્થાની બદલીને સારો જથ્થો આપવામાં આવશે :- ડી એસ.ઓ. (દાહોદ જિલ્લા)

આપવામાં આવેલ અનાજ ખાવા લાયક ન હોવાને કારણે લાભાર્થીઓમાં નારાજગી સાથે અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે. બીજી તરફ આ મામલે જિલ્લાના ડી.એસ.ઓ. જાેડે વાતચીત કરતાં તેઓએ જણાવ્યાં અનુસાર, જે અનાજનો જથ્થો આપવામાં આવ્યો છે તેની તપાસ કરી ગોડાઉનને પરત કરવામાં આવશે, ખરાબ અનાજનો જથ્થો હશે તો તેને બદલીને સારો જથ્થો આપવામાં આવશે, જ્યાં જ્યાં ખરાબ જથ્થો પહોંચ્યો હશે બદલી દઈ નવો જથ્થો આપવામાં આવશે.

 

Share This Article