વસાવે રાજેશ દાહોદ
દાહોદમાં કબજાગીરોનાં નાણાં લઈ લીધા બાદ પણ માલિકને દુકાન પરત ન આપતા લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાઇ..
દાહોદ તા.૧૧
દાહોદ એમ.જી.રોડ પર આવેલ દુકાનના તેના માલીક પાસેથી કબજાગીરો લીધા બાદ કબજાગીરો કરારની મુદ્દત પુરી થઈ જતાં દુકાનના મૂળ માલીકે કબજાગીરો કરારના નાણાં પરત આપી દીધા હોવા છતાં કબજાેગીરો રાખનારે તે દુકાનનો કબજાે ન સોંપી મીલકત પચાવી પાડવાની દાનત રાખતાં દુકાનના માલીકે આ મામલે પોલિસમાં ફરિયાદ કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ એમ.જી.રોડ પર રાધાકૃષ્ણ કંન સ્ટોર્સ પાસે રહેતા હેમાબેન કમલેશકુમાર કનૈયાલાલ પરમારની સ્વતંત્ર માલિકીની શહેરના સીટી સર્વે નં-૩૨૩/અ વાળી ૧૮.૫૮.૦૭ ચો.મી. ક્ષેત્રપળ વાળી ભોયતળીયે આવેલ મિલકત(દુકાન) જે દાહોદ કાલાભાઈ પેટ્રોલપંપ સામે બેન્ક ઓફ ઈન્ડીયા ઉપર રહેતા રાજેશકુમાર ભગવાનદાસ શાહ મીલકતના મૂળ માલિક પાસેથી કબજાગીરોના
એગ્રીમેન્ટને આધારે તા. ૨૨-૧- ૮૮ થી તા. ૨૧-૧૨-૧૯૯૦ સુધી ૩૫ માસ માટે કબજા ગીરો રાખી હતી જેનો કરાર તા. ૨૧-૧૨- ૧૯૯૦ના રોજ પુરો થયેલ તે પછી સદર મિલકતના મૂળ માલિકો દ્વારા સદર મિલકત તા. ૧૫-૧૨- ૧૯૯૭ના રોજ દાહોદ એમ.જી.રોડ પર રહેતા ૪૯ વર્ષીય હેમાબેન કમલેશકુમાર કનૈયાલાલ પરમારને વેચાણ કરેલ અને વેચાણ થયા પછી હેમાબેન પરમારે રાજેશભાઈ ભગવાનદાસ શાહને કબજાગીરો કરારના નાણાં પરત આપી મિલકત સોંપી દેવા માટે વારંવાર જણાવલ્યું હતું તેમ છતાં રાજેશભાઈ શાહે હેમાબેનની મિલકત પચાવી પાડવા મિલકત ન સોંપતા આ સંબંધે દાહોદ એમ.જી.રોડ પર રહેતા હેમાબેન કમલેશભાઈ કનૈયાલાલ પરમારે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે દાહોદ, કાલાભાઈ પેટ્રોલપંપ સામે રહેતા રાજેશભાઈ ભગવાનદાસ શાહ વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
——————–
