
રાહુલ ગારી ગરબાડા
ગરબાડામાં રામદેવપીરના મંદિર પાસે બનાવવામાં આવેલ શૌચાલયના દરવાજાઓની અસામાજિક તત્વો દ્વારા તોડફોડ
અગમ્ય કારણોસર શૌચાલય જાહેર જનતા માટે ચાલુ કરવામાં નથી આવ્યા
ગરબાડા ના રામદેવપીરના મંદિર પાસે વર્ષ 2021 માં ત્રણ લાખના ખર્ચે સ્વચ્છ ભારત મિશન 15 માં નાણાપંચ અંતર્ગત સામૂહિક જાહેર શૌચાલય બનાવવા મા આવ્યું હતું અગમ્ય કારણો સર અત્યાર સુધીમાં આ શૌચાલય ચાલુ નહીં કરાયા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે તો અમુક અસામાજિક તત્વો દ્વારા તેના દરવાજાની તોડફોડ કરવામાં આવી હોવાનું પણ જોવા મળી રહ્યું છે મંદિર પરિસરની પાસે જાહેર શૌચાલય નહીં બનાવવા માટે સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી તેમ છતાં અહીંયા જાહેર શૌચાલય બનાવી દેવામાં આવ્યું હતું જે રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મંદિર પરિસરની પાસે અગાઉ પણ શૌચાલયો હતા જે નો દુરુપયોગ થતો હતો તેમ છતાં મંદિર પાસે શૌચાલય બનાવી દેવામાં આવ્યા હતા હાલમાં નવીન શૌચાલય ચાલુ ન કરાતા તેનામાં તોડફોડ થઈ રહી છે તેમ જ તે શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે…