ધોરણ 7 ની શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ધર્માતરણના પાઠ ભણાવ્યા:વાલીઓ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આરોપ ખોટા :- ફાધર રાજેશ/શિક્ષિકા અલવીરા 

Editor Dahod Live
4 Min Read

ધોરણ 7 ની શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ધર્માતરણના પાઠ ભણાવ્યા:વાલીઓ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આરોપ ખોટા :- ફાધર રાજેશ/શિક્ષિકા અલવીરા 

દાહોદની નામાંકિત સેન્ટ સ્ટીફનમાં ધર્માતરણના પાઠ ભણાવતા હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનનો હલ્લાબોલ:પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન..

દાહોદ તા.23

દાહોદની નામાંકિત સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે ધોરણ 7 ની શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ધર્માતરણનો પાઠ ભણાવતા હોય તેવા આક્ષેપો સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ સ્કૂલ ખાતે પહોંચી આચાર્ય સમક્ષ શિક્ષકની ફરિયાદ કરી હતી. અને આ અંગે શિક્ષિકા ને શાળામાંથી તગેડી મુકવા માટે રજૂઆત પણ કરી હતી. અને જો આ અંગે શાળા સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સેન્ટ સ્ટીફન સ્કૂલની વિરોધમાં જલદ આંદોલન કરવાની ઉચ્ચારી પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 દાહોદની નામાંકિત એવી 1938 થી અસ્તિત્વમાં આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલમાં ધોરણ 7 ના વિદ્યાર્થીઓને ઈંગ્લીશ ટુ નો તાસ લેતી એલવિના ટીચર ધર્માતરણનો પાઠ ભણાવવામાં આવતો હોવાની ફરિયાદો કોઈક વાલી દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદને કરવામાં આવી હતી જે બાદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ સ્કૂલના આચાર્ય ફાધર રાજેશને મળ્યા હતા અને આ અંગે શાળામાં વિદ્યાર્થીઓને ધર્માતરણ અંગેનો પાઠ ભણાવતી શિક્ષિકાને બોલાવવા માંગ કરી હતી. જે બાદ શાળાના આચાર્ય ફાધર રાજેશભાઈ દ્વારા એલવીના ટીચરને ઓફિસમાં બોલાવી હતી અને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગત શનિવારના રોજ ધોરણ 7 માં ઈંગ્લીશ ટુ ના તાસ દરમિયાન દેર ધ માઈન્ડ વિધાઉટ ફેયર રવીન્દ્રનાથ ટાગોરની કવિતા અંગે અભ્યાસ કરાવી રહી હતી.તે દરમિયાન તેઓ જે તે સમયે ધર્માંંતરણ અથવા લવજેહાદ અંગે વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યા ન હતા. તેઓએ રવીન્દ્રનાથ ટેગોરના સમયે જે પરિસ્થિતિ હતી તેનું વર્ણન કરી વિદ્યાર્થીઓને સમજણ આપી ભણાવ્યા હતા. જે અંગે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે સાતમા ધોરણના વિદ્યાર્થીના વાલીઓએ તેઓને ફરિયાદ કરી હતી કે અલવીરા ટીચરે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાની આડમાં ધર્માંંતરણ મુદ્દે પાઠ ભણાવ્યા હતા. જે બિલકુલ ખોટું છે આ મામલામાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા બદલે ધર્માંંતરણ મુદ્દે ભણાવનાર ટીચરને તાત્કાલિક ધોરણે શાળામાંથી કાઢવા માટે સેન્ટ સ્ટીફન સ્કૂલના આચાર્ય ફાધર રાજેશ તેમજ કુલ મેનેજમેન્ટ સમક્ષ જણાવ્યું હતું. જો આ મામલે સ્કૂલ મેનેજમેન્ટ અથવા આચાર્ય દ્વારા શિક્ષિકા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમયમાં આ મુદ્દો વધુ જલવંત બનશે તેમ જણાવી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી સેન્ટ સ્ટીફન સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા અંગે રજૂઆત કરી હતી.

*અમો તમામ ધર્મોનુ સન્માન કરીએ છીએ : ફાધર રાજેશ*

અમો તમામ ધર્મનો માન, સન્માન કરીએ છીએ, અમારી સંસ્થા તમામ ધર્મને એક સમાન માને છે, અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ આવી ન હતી, આવી પ્રથમ ફરિયાદ આવી છે, આ મામલે અમે શાળાના શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરીશું, વાલીઓ અને શાળાના બાળકો સાથે પણ ચર્ચા કરીશુ.

*મે એવી કોઈ વાત કરી નથી : શિક્ષિકા :- અલ્વીરા…

આવા પ્રકારની કોઈ વાત મે કરી નથી ક્લાસમાં, મને ખબર છે કે, આવા પ્રકારની વાતો સેન્સેટીવ પ્રકારનો ઈશ્યુ છે, મે માત્રને બાળકોને કવિતાનો પાઠ ભણાવ્યો હતો, લવ જેહાદ વિગેરે મામલે બાળકોને કોઈ પાઠ ભણાવ્યો નથી, આ કેવા પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે મને ખબર નથી, મારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યાં છે તેનું હું સમર્થન નથી કરતી, હું એ પણ નથી સ્વીકાર કરતી કે આ પ્રકારની વાતો મે બાળકોને કહી છે.

Share This Article