Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ગુલબાર, જાંબુઆ અને નિમચ ગામે શાળા પ્રવેશોત્સવ કરાવતા કાયદા વિભાગના સચિવ શ્રી સી.બી. મખોડીયા*

June 13, 2023
        492
ગરબાડા તાલુકાના ગુલબાર, જાંબુઆ અને નિમચ ગામે શાળા પ્રવેશોત્સવ કરાવતા કાયદા વિભાગના સચિવ શ્રી સી.બી. મખોડીયા*

*ગરબાડા તાલુકાના ગુલબાર, જાંબુઆ અને નિમચ ગામે શાળા પ્રવેશોત્સવ કરાવતા કાયદા વિભાગના સચિવ શ્રી સી.બી. મખોડીયા*

ગરબાડા તા.૧૩

 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લાના ગુલબાર, જાંબુઆ અને નિમચ પ્રાથમિક શાળા ખાતે કાયદા વિભાગના સચિવ શ્રી સી.બી. મખોડીયા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં પ્રવેશ પામનાર બાળકોનું શાળા પ્રવેશોત્સવ કરાવ્યું હતું. 

             આ અવસરે કાયદા વિભાગના સચિવ શ્રી સી.બી. મખોડિયાએ બાળકો ભણી-ગણીને આગળ વધી ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી ગરબાડા તાલુકાના ગુલબાર પ્રાથમિક શાળા ખાતે ધો. ૧ માં પ્રવેશ પામનાર ૧૨-કુમાર અને ૮-કનયા મળી કુલ-૨૦ અને બાલવાટિકામાં ૧૯-કુમાર અને ૧૧ કન્યા મળી કુલ-૩૦ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો જયારે જાંબુઆ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં ૧-કુમાર અને ૧-કન્યા કુલ -૨ તેમજ બાલવાટિકામાં ૧૫-કુમાર અને ૧૬-કન્યા મળી કુલ ૩૧ બાળકોનું નામાંકન કરાવવામાં આવ્યું હતું તેમજ નિમચ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં ૪-કુમાર અને ૮-કન્યા મળી કુલ-૧૨ અને બાલવાટિકામાં ૩-કુમાર તથા ૧-કન્યા મળી કુલ-૪ ભુલકાંઓનું નામાંકન કરાવવામાં આવ્યું હતું.   

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!