Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાની ગંગરડા જામફળી ચોકડી નજીક એક ઈસમે બસને પત્થર મારી કાચ તોડ્યો..

June 5, 2023
        674
ગરબાડા તાલુકાની ગંગરડા જામફળી ચોકડી નજીક એક ઈસમે બસને પત્થર મારી કાચ તોડ્યો..

  રાહુલ ગારી : – ગરબાડા

ગરબાડા તાલુકાની ગંગરડા જામફળી ચોકડી નજીક એક ઈસમે બસને પત્થર મારી કાચ તોડ્યો

 બસના ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ 

પોલીસે આરોપીને પકડી પાડી જેલભેગો કર્યો 

ગરબાડા તા. ૫

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગાંગરડા જામફળી ચોકડી નજીક ઝરી ક્ળસિયા ગામનો ઇસમ અનિલભાઈ ભાભોર પોતાના હાથમાં પથ્થરો લઈ રાત્રિના 10:00 વાગ્યાના ત્યાંથી પસાર થતી ગરબાડા જાંબુવા નીમચ બસ ઉપર પથ્થર મારી બસના આગળનો તેમજ ડ્રાઇવર સાઈડનો કાચ તોડી અને ડ્રાઇવરને કહેવા લાગેલ કે તમે અમારી ફોઈને રિઝર્વેશન કરાવેલ હોવા છતાં સીટ નાં બદલે નીચે બેસાડી લઈ ગયા તેમ કહી ઉશ્કેરાઈ જઈ ડ્રાઇવર સાથે ગાળા ગાળી કરી અને કહેવા લાગેલ કે હું ઝરી કળશિયા ગામનો અનિલ ભાભોર છું અને હું અહીંયા જ રહું છું અને હવે પછી અહીંયા બસને નહીં આવા દવ અને તમારાથી થાય એ કરી લેજો તેમ જ અહીંયા બસ લઈને આવશો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પોતાના હાથમાં નો પથ્થર ડ્રાઇવર સાઈટ ના ચોથા નંબરની સીડ ઉપર માં કાચ તોડી નાખ્યો હતો આ બાબતે ડ્રાઇવર અને કંડકટર દ્વારા રાત્રીના સમયે ગામના સરપંચ તેમજ ડેપો મેનેજરને જાણ કરતા તેઓએ ડ્રાઇવર તેમજ કંડકટરને ગરબાડા પોલીસ માટે કે ફરિયાદ કરવા જણાવ્યું હતું જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!