Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડાના તબીબે મધ્યપ્રદેશની મહિલાના પેટમાંથી 5.2 KG ની ગાંઠ કાઢી પિડામુક્ત કરી 

June 3, 2023
        963
ગરબાડાના તબીબે મધ્યપ્રદેશની મહિલાના પેટમાંથી 5.2 KG ની ગાંઠ કાઢી પિડામુક્ત કરી 

રાહુલ ગારી ગરબાડા

મધ્ય ગુજરાતના છેવાડાના તાલુકામાં ખાનગી તબીબે મહિલાને નવજીવન આપ્યું…

ગરબાડાના તબીબે મધ્યપ્રદેશની મહિલાના પેટમાંથી 5.2 KG ની ગાંઠ કાઢી પિડામુક્ત કરી 

ગરબાડા તા.૦૩

શ્રીજા હોસ્પિટલના તબીબો દ્વારા 18 વર્ષીય યુવતીનાં પેટમાંથી 5.2KG ની ગાંઠ કાઢવામાં આવી….

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા ખાતે આવેલ શ્રી જા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર રાહુલ પરમાર દ્વારા ૧૮ વર્ષીય યુવતીના પેટમાંથી 5.2 KG ની અંડાશયની ગાંઠ ઓપરેશન કરીને સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી વાત કરીએ તો મધ્યપ્રદેશના ભાભરા ગામના કોરિયાપાણ ના રહેવાસી અને જામનગરના ધરોલ ખાતે મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન કરતી ૧૮ વર્ષીય યુવતી ને છેલ્લા દસ-બાર મહિનાથી પેટમાં સતત દુખાવો થતો હતો જે દુખાવાને લઈને યુવતી દ્વારા જામનગર ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ ચાર પાંચ દિવસની સારવાર બાદ ત્યાંના તબીબો દ્વારા દર્દીને બીજે સારવાર માટે લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જેને લઇને દર્દીના પરિવારજનો દ્વારા ગરબાડા ખાતે આવેલ શ્રીજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યું હતું જ્યાંના તબીબ ડોક્ટર રાહુલ પરમાર દ્વારા દર્દીને રિપોર્ટ કરવામાં આવ્યા હતા જ્યાં દર્દીને પેટમાં અંડાશય માં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું જે અંડાશય ની ગાંઠ નું શ્રી જા હોસ્પિટલ ખાતે ડોક્ટર રાહુલ પરમાર દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 5.2 KG વજન ધરાવતી ગાંઠ બહાર કાઢવામાં આવી હતી અને હાલ દર્દીની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે આમ ગરબાડા તાલુકાના શ્રી જા હોસ્પિટલ ખાતે ૧૮ વર્ષીય યુવતીના પેટમાંથી 5.2KGની અંડાશયની ગાંઠ નું ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપ્યું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!