
વસાવે રાજેશ દાહોદ
*બિરસા મુંડા ભવન તરફથી આદિવાસી યુવાનોને રોજગાર અપાવવાની હોંશ રંગ લાવી- 38 યુવક/યુવતીઓને રોજગાર મળ્યા.
દાહોદ તા ૨૪
Inox Wind Ltd ના Gujarat Admin Head શ્રી મગન સિંહ ઠાકુર સાથે વાત કરી.
કંપનીએ બિરસા મુંડા ભવન, દાહોદ ખાતે સ્થળ ઈન્ટરવ્યુ કરીને આજે તા. 24/05/2023 ના રોજ 34 યુવાનોને તેમજ 4 યુવતીઓને નોકરી માટે પસંદગી કરી છે. યુવતીઓને તેમના માટે જરુરી વ્યવસ્થા થયા બાદ હાજર કરશે.
આ ખૂબ સારું કામ થયું કારણ કે આપણા સમાજના 38 જેટલા યુવક/યુવતીઓને રોજગાર મળશે.
આ સુંદર કામ માટે બિરસા મુંડા ભવનના મંત્રી શ્રી સંગાડા સાહેબ તથા શ્રી સંદીપ ભુરિયાના આપણે સૌ ઋણી છીએ. તેમની મહેનતથી આ કામ શક્ય બન્યું.
કંપનીને હજી લાયકાત ધરાવતા વધુ યુવાનો/યુવતીઓની જરુર છે. શ્રી મગન ઠાકુરે ફરીથી તા. 10જૂનની આસપાસમાં બીજા ઈન્ટરવ્યુ માટે સહમતી દર્શાવી છે. સંદીપના મતે ઉંમરમાં થોડી છૂટ મળે તો વધુ યુવાનોને લાભ મળી શકે. હું આ બાબતે સંબંધીતો સાથે વાત કરીશ.
ફરીથી બિરસા મંડા ભવનના તમામ ટ્ર્સ્ટીઓ તથા મેનેજમેન્ટ ટીમના સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન.