ગરબાડા મામલતદાર કચેરીએ કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા મામલતદાર કચેરીએ કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો…

ગરબાડા તાલુકા સ્વાગતની ૨૭ તેમજ ગ્રામ સ્વાગતની ૬ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો..

તારીખ : ૨૪ મે

ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગ્રામ સ્વાગત તેમજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા મામતદાર કે.પી.સવાઈ નાયબ મામલતદાર ગઢવી તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ જુદા જુદા સંલગ્ન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા તાલુકા માંથી ગ્રામ સ્વાગતની ૬ તેમજ તાલુકા સ્વાગત ની ૨૭ અરજીનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો આમ ગરબાડા મામતદાર કચેરી ખાતે તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો..

Share This Article