ગરબાડા તાલુકા પંચાયતની સામે નવીન બસ સ્ટેશન માટે સ્થળ મુલાકાત કરતાં ધારાસભ્ય તેમજ ગોધરાના ડી.સી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકા પંચાયતની સામે નવીન બસ સ્ટેશન માટે સ્થળ મુલાકાત કરતાં ધારાસભ્ય તેમજ ગોધરાના ડી.સી

 ગરબાડા ધરાસભ્ય મહેન્દ્રભાભોર તાલુકા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

ગરબાડા તા. ૧૯

          વર્ષો જૂની માંગણી ને લઈ ગરબાડા તાલુકા મથકે નવીન બનનાર બસ સ્ટેશન માટે આજે ગોધરા એસટી વિભાગના ડી સી બી. આર .ડીડોર ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને અન્ય આગેવાનો દ્વારા આજે નવીન બનનાર બસ સ્ટેશન ના જમીનના સર્વે માટે મુલાકાત કરી. ડીસી ડીંડોરના જણાવ્યા અનુસાર ગરબાડા ખાતે બનનાર નવીન બસ સ્ટેશન માટે 5000 હજાર ચોરસ મીટર જગ્યા ની જરૂરિયાત હોય તે માટે આજે તાલુકા પંચાયત ગરબાડા ની સામે આવેલા ડુંગર  વાળી જમીન ની મુલાકાત લીધી હતી.

Share This Article