
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના લાભાર્થીઓ નો ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ગૃહ પ્રવેશ નો કાર્યક્રમ ગ્રામ પંચાયત નિમચ ખાતે મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય ના હતે નીમચ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગૃહ પ્રવેશ નો કાર્યક્રમ યોજાયો.
ગરબાડા
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામ્ય) અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે માનનીય વડાપ્રધાન ના વરદ હસ્તે આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત તેમજ ગૃહ પ્રવેશ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે મુખ્ય કાર્યક્રમને સમાંતર ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના લાભાર્થીઓ નો ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ગૃહ પ્રવેશ નો કાર્યક્રમ ગ્રામ પંચાયત નિમચ ખાતે મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય ગરબાડા વિધાનસભા મતવિસ્તારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં પ્રમુખ તાલુકા પંચાયત ગરબાડા, જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ માવી, સરપંચ નીમચ વિજયભાઈ અમલીયાર , ગામના આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.