
રાહુલ ગારી ગરબાડા
તાલુકા પંચાયત ગરબાડા દ્વારા મૃત્યુ પામેલ બળદનો સહાયનો ચેક ખેડૂતને વિતરણ કરાયો…
ગઈકાલે વાવાઝોડામાં મહુડા નું મહાકાય વૃક્ષ બળદ ઉપર પડવાથી બળદનું મોત નીપજ્યું હતું
ગરબાડા તા.06
ગરબાડા ના નવાગામ ફળિયા ખાતે ગત બપોરે વાવાઝોડા ના કારણે ઝાડ પડી જવાથી ખેડૂત મકનસિંહ કેશવાભાઇ ભાભોર ના બળદનું મરણ થયુ હતું.આ આવી પડેલ અણધારી આફત માંથી ખેડૂત પરિવાર ને મદદરૂપ થવા તાલુકા વિકાસ અધિકારી હીરલ પટેલ, જીલ્લા સભ્ય,ગરબાડા સરપંચ, તાલુકા સભ્ય દ્વારા માનવીય અભિગમ દર્શાવી સરકાર શ્રીના ઠરાવો અનુસાર મળવાપાત્ર સહાય મંજુર કરી રૂ.૨૫૦૦૦ ની સહાયનો ચેક તાલુકા પંચાયતખાતે ખેડૂત ને આપવામાં આવ્યો…