દાહોદમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ ના આગમનની પૂર્વ સંધ્યાએ પોલીસે રિહર્સલ યોજ્યું..
મધ્યપ્રદેશના રાજ્યપાલ ઝાલોદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા હોવાથી પોલીસે પ્રોટોકોલ મુજબ રીહર્સલ યોજ્યું …
ઝાલોદ ખાતે માંગલિક પ્રસંગમાં ભાગ લેવા MP ના ગવર્નરના આગમનને પગલે ચોસાલા હેલિપેડથી લઈ વિશ્રામ ગૃહ સુધી પોલીસે રિહર્સલ યોજયું હતું..
દાહોદ તા.30
આવતીકાલે એટલે કે પહેલી મે ના રોજ મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ ઝાલોદ ખાતે લગ્ન પ્રસંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય મધ્યપ્રદેશના રાજ્યપાલ હેલિકોપ્ટર મારફતે દાહોદના ચોસાલા પર ઉતરાણ કરવાના હોય અને ત્યાંથી બાય રોડ ઝાલોદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવાના છે. તેમજ પરત રાજ્યપાલનું રાત્રી રોકાણ દાહોદના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલું છે જેના અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલિસ દ્રારા તારીખ 30મી એપ્રિલના રોજ ચોસાલા હેલિપેડ ખાતેથી વિશ્રામ ગૃહ સુધી રિહર્સલ યોજવામાં આવ્યું હતું
