ચાર ભેજાબાજોએ દાહોદના બે યુવકોને MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાનું કહીં 25 લાખ રૂપિયા ખંખેરી લીધા..

Editor Dahod Live
2 Min Read

નોકરી મેળવવાની લાલચમાં લાખો ગુમાવ્યા…

ચાર ભેજાબાજોએ દાહોદના બે યુવકોને MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાનું કહીં 25 લાખ રૂપિયા લીધા, ઓર્ડર લઈ યુવકો યુનિવર્સિટી પહોંચ્યા તો બોગસ નીકળ્યા….

દાહોદ તા.27

વડોદરા એમ.એસ. યુનિ.માં સુપરવાઈઝર તરીકે તથા કલાર્ક તરીકે નોકરી અપાવવા માટે વડોદરાના ત્રણ ભેજાબાજેા સહિત ચાર જણાએ દાહોદના બે વ્યક્તિઓ પાસેથી 25 લાખથી વધુની રકમ ખંખેરી લઇ વડોદરા એમ.એસ. યુનિ.ના બનાવટી સહી સિક્કાથી નકલી ઓર્ડર બનાવી છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

દાહોદમાં જ મળીને ગઠિયાઓએ ખેલ પાડી દીધો..

 વડોદરાના શિવેન એકલેવ દરબાર ચોકડી માંઝલપુરના રાહુલભાઈ જગદીશભાઈ પટેલ, વડોદરા આજવા રોડના શૈલેષ નાનજીભાઈ સોલંકી, વડોદરાના હાર્દિક દોશી તથા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના મનીષ કટારા એમ ચાર ભેજાબાજે દાહોદ ગોધરા રોડ સિદ્ધશ્વરી સોસા. સુદાઈ માતાના મંદિર પાસે રહેતા રમણભાઈ લાલાભાઈ પટેલ ભાણેજના છોકરા ભાવીનભાઈ ને ગત તા. 22 જાન્યુઆરી 2022ના રોજ સિધ્ધેશ્વરી સોસાયટીમા મળ્યા હતા. તેમને એમએસ યુનિવર્સિટીમાં સુપરવાઈઝરમાં નોકરી આપવાની લાલચ આપી ભાવીનભાઈ પાસેથી રૂા. 11,50,000 તથા રાજકૃષ્ણ ગવજીભાઈ પારગી પાસેથી કલાર્ક તરીકે નોકરી અપાવવા માટે રૂા. 14 લાખ ડોનેશન લઇ લીધુ હતુ.

બંને યુવકો ઓર્ડર લઈને ગયા તો ખબર પડી કે ઓર્ડર તો બોગસ છે

એમએસ યુનિ. વડોદરાનાં બનાવટી સહી સિક્કા બનાવી સહી કરી સાચા તરીકે તેનો ઉપયોગ કરી બોગસ ઓર્ડર બનાવી ગઠિયાઓએ બંને યુવકોને આપી દીધા હતા.બંન્ને જણા વડોદરા એમએસ યુનિ. માં ગયા હતા ત્યારે ખબર પડી હતી કે નોકરીનો આ ઓર્ડર નકલી છે.અને પાતે રૂા.આપીને ઠગાયા છે.

છેતરપિંડીનો ભોગ બનેલ પીડીતે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…

આ સંબંધે દાહોદ ગોધરા રોડ સિદ્ધેશ્વરી સોસા.માં રહેતા રમણભાઈ લાલાભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે વડોદરાના ત્રણ સહિત ચારે જણા વિરુદ્ધ વિશ્વાસઘાત તથા છેતરપિંડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે રાહુલ પટેલ અને શૈલેષ સોલંકીને ઝડપી પાડ્યા છે. જ્યારે બાકીના બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Share This Article