ગરબાડા તાલુકાના આરોગ્ય કેન્દ્ર પાટીયા ખાતે મલેરિયા અધિકારી તેમજ THO નાં માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના આરોગ્ય કેન્દ્ર પાટીયા ખાતે મલેરિયા અધિકારી તેમજ THO નાં માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ 

દાહોદ તા.25

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટિયા ખાતે જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર નયન જોશી અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અશોક ડાભીના માર્ગદર્શન હેઠળ વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી પાટીયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં તાલુકા મલેરીયા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગોવિંદ સોની અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર સુધાકર રજાક અને સુપરવાઇઝર એ.એન ગોહિલ અને MPHW.CHO.FHW આશા બહેનો તેમજ શાળાના બાળકો અને શિક્ષકો આ પ્રસંગે હાજર રહી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદુર નાદવા ટૂંકીઅનોપ અને ભે ગામ ખાતે પણ મલેરિયા દિવસને ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી અને દરેક ગામમાં ફરીને મેલેરિયા વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

Share This Article