
રાહુલ ગારી ગરબાડા
ગરબાડાનાં ઝરી બુઝર્ગ ગામે આકસ્મિક આગમાં ઘરોને નુકશાન થતાં ધારાસભ્યના હસ્તે સહાયના ચેક અર્પણ કરાયા.
તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ જિલ્લા સભ્ય કમલેશ માવી ઉપસ્થિત રહ્યા
ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે તા. 22/04/2023 નાં રોજ આકસ્મિક આગ નાં કારણે પ્રતાપસિંહ ઉદેસિંહ ગણાવા, દિપસિંગ પ્રતાપસિંહ ગણાવા, વિપુલભાઈ પ્રતાપસિંહ ગણાવા તથા અજયભાઈ પ્રતાપસિંહ ગણાવા નાં ઘરો ને નુકશાની થવા પામેલ તેમજ ઘરવખરી ની નુકશાની થયેલ.સદર તમામ કિસ્સામાં સરકાર શ્રીના ધારાધોરણો અનુસાર મળવાપાત્ર સહાય મંજુર કરી અસરગ્રસ્તોને કુલ રૂ. 80,000 ની સહાય નાં ચેક ગરબાડા ૧૩૩ વિધાનસભા નાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર નાં હસ્તે તાલુકા પંચાયત પ્રમુખ તથા જિલ્લા પંચાયત સદસ્ય ઝરી બુઝર્ગ કમલેશભાઈ માવી ની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા