ગરબાડા તાલુકા પંચાયતના સભાખંડમાં ટ્રાયબલ સબ પ્લાનના કામો માટે બેઠક યોજાઈ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકા પંચાયતના સભાખંડમાં ટ્રાયબલ સબ પ્લાનના કામો માટે બેઠક યોજાઈ 

 પ્રાયોજના વહીવટદારે ગરબાડા તાલુકાના આગેવાનો સાથે મિટિંગ યોજી..

ગરબાડા તા.20

ગરબાડા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં આજે નવી નિમણૂક પામેલ ટ્રાઈબલ સપ્લાન ઓફિસર દ્વારા તાલુકાના આગેવાનો ધારાસભ્ય સહિત તમામ આગેવાનો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત ચાલુ વર્ષે કયા કામો લેવા તે માટે આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારના પરિપત્ર પ્રમાણે ટ્રાઈબલની ગ્રાન્ટ માંથી આંતરિક રસ્તાઓ પાણીના સ્ટોરેજ વધારવા તળાવ ઊંડા ના કામો આંગણવાડી તેમજ શિક્ષણના કામો ને પ્રાધાન્ય આપવા દરેક કામગીરી કામોની વિગતો માટે સરપંચો સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચ શ્રીઓએ પણ ની પણ રજૂઆત સાંભળી નવું આયોજન કરવા સૂચનો કર્યા હતા.

Share This Article