Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના જાંબુઆમાં બે બાઈકો સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત

April 12, 2023
        426
ગરબાડા તાલુકાના જાંબુઆમાં બે બાઈકો સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના જાંબુઆમાં બે બાઈકો સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત

તારીખ 11 એપ્રિલ

ગરબાડા તાલુકાના ગુલબારના ભરતભાઈ બાબુભાઈ પોતાની મોટરસાયકલ લઈને કામ અર્થે નીકળ્યા હતા રસ્તામાં જાંબુવઆ ગામે સામેથી આવતી મોટરસાયકલ એ ગફલત રીતે હંકારી ધડાકા ભેર ભરતભાઈ ની મોટરસાયકલ સાથે અથડાતા ભરતભાઈ રોડ ઉપર પડી ગયા હતા રોડ પર પડતાં જ ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ગંભીર ઇજાના કારણે માથામાંથી લોહી વહી જતા આજુ બાજુના સ્થાનિક લોકો અને પરિવારના લોકો 108 મારફતે ભરતભાઈ ને ગરબાડા ના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજ્યું હતું જેમાં પોલીસે મૃતદેહ નો કબજો લઈ પોસ્ટ મટન માટે મોકલી આપ્યો હતો અને પરિવારજનો દ્વારા અકસ્માત કરનાર મોટરસાયકલના ચાલક વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!