
નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદમાં બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો:દસ હજાર માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૩૦
દાહોદ શહેરના ગોદીરોડ ખાતે એક બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથ સાફ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી અંદાજે રોકડા રૂપીયા ૧૦ થી ૧૫ હજારની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.
#paid pramotion
Contact us :- sunrise public school
દાહોદ શહેરના ગોદીરોડ ખાતે રંગોલી પાર્ક ખાતે રહેતાં સુનીતાબેન ભાભોરના પતિ રેલ્વેમાં નોકરી કરે છે તેમનું અન્ય જગ્યાએ પણ મકાન હોવાને કારણે તેઓ પોતાનું રંગોલી પાર્ક ખાતેના મકાનમાં તાળા મારી પોતાના અન્ય મકાનમાં રહેવા ગયાં હતાં. રંગોલી પાર્કવાળા મકાનમાં પણ ઘરવખરીનો સમાન પડ્યો હતો ત્યારે ગતરોજ રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ સુનીતાબેનના રંગોલી પાર્ક વાળા મકાનને નિશાન બનાવી તેઓના મકાનને લાગેલ બંન્ને તાળા તોડી નાંખી તસ્કરો મકાનમાં પ્રવેશ્યાં હતાં અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા અંદાજે ૧૦ થી ૧૫ હજારની ચોરી કરી તેમજ ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાંસી ગયાં હતાં બીજા દિવસે વહેલી સવારે સુનિતાબેનના પાડોશમાં રહેતાં લોકોને સુનિતાબેનના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ તાત્કાલિક સુનિતાબેનને ફોન દ્વારા આ અંગે જાણ કરી હતી અને આ સંબંધે સુનિતાબેન દ્વારા પોલીસમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે તેમ જાણવા મળી રહ્યું છે.
————————————-