Monday, 14/07/2025
Dark Mode

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ સાવધાન…!!ગુજરાત સરકારે પેપર લીક જેવી બદીને ડામવા માટે ધએક્ઝામિનેશન પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2023 મુજબ સજાની જોગવાઈ કરતી કલમ ગેજેટ દ્વારા બહાર પાડી…

April 7, 2023
        3253
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ સાવધાન…!!ગુજરાત સરકારે પેપર લીક જેવી બદીને ડામવા માટે ધએક્ઝામિનેશન પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2023 મુજબ સજાની જોગવાઈ કરતી કલમ ગેજેટ દ્વારા બહાર પાડી…

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ સાવધાન…!!

ગુજરાત સરકારે પેપર લીક જેવી બદીને ડામવા માટે ધએક્ઝામિનેશન પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2023 મુજબ સજાની જોગવાઈ કરતી કલમ ગેજેટ દ્વારા બહાર પાડી...

 અવારનવાર પેપર લીક પ્રકરણ થતા સરકારની પ્રતિષ્ઠા ખરડાતા વિવિધ જોગવાઈઓ સાથેનું પરિપત્ર બહાર પાડ્યું...

 પેપર લીક જેવી ઘટનામાં સામેલ ગ્રુપ કે ઓર્ગેનાઈઝેશનને વિવિધ સજાઓ તેમજ પરીક્ષાર્થીઓ માટે વિવિધ સજાની જોગવાઈઓ એક્ટમાં સામેલ..

દાહોદ તા.07

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતી ન સર્જાય તેમજ GPSC સહિત અન્ય પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાય તે માટે સરકારે ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2023 મુજબ જુદી જુદી સજાઓ તેમજ દંડની જોગવાઈ કરતું કાયદો સ્પેશિયલ ગેજેટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેના પગલે આગામી સમયમાં યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોઈપણ રીતે ગેરરીતિ ન વર્તાય તે માટે સરકાર એક્શનમાં આવી છે.

ગુજરાતમાં અવારનવાર પેપર લીક કૌભાંડ સામે આવતા સરકારની પ્રતિષ્ઠા સામે સવાલો ઊભા થવા પામ્યા છે. તાજેતરમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થવાના પ્રકરણમાં સામેલ માસ્ટર માઈન્ડ તેમજ પેપરલીક કાંડમાં સામેલ ગેંગ તેમજ પેપર ખરીદનાર પરીક્ષાથીઓ મળી કુલ 49 લોકો સામે ગુજરાત ATS એ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કઈ છે.ત્યારે બીજી તરફ ગુજરાત સરકારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા જળવાય તેમજ બીજી વખત પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2023 મુજબ જોગવાઈઓ સાથેની કલમ ગેજેટ દ્વારા બહાર પાડી છે.જેમાં પ્રશ્નપત્ર લીક કરનાર તેમજ ગેરકાયદેસર રીતે પ્રશ્નપત્ર મેળવનાર,પ્રશ્નપત્ર સોલ્વ કરવામાં સામેલ તેમજ ગેરકાયદેસર રીતે પ્રશ્નપત્ર મેળવનાર સામે જુદી જુદી સજાઓ તેમજ દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ મુજબ કોઈ ગ્રુપ અથવા ગેંગ દ્વારા પેપર લીક કરવામાં આવશે તો તેને ઓર્ગેનાઇઝેશન માં ગણી આ કલમ મુજબ 10 વર્ષની સજા તેમજ ઓછામાં ઓછું એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.અને કોઈ પરીક્ષાર્થી પેપરલિક જેવા કૃત્યમાં સંડોવણી બહાર આવશે તો ત્રણ વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે સાથે સાથે આવો પરીક્ષા થી બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પરીક્ષામાં બેસવા માટે યોગ્ય ગણવામાં આવશે તેવા પ્રકારની જોગવાઈ સાથેની કલમ ગેજેટ દ્વારા સરકારે બહાર પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!