Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના છરછોડામાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધારાશાયી:6 મજૂરો દબાયા…

April 7, 2023
        2946
ગરબાડા તાલુકાના છરછોડામાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધારાશાયી:6 મજૂરો દબાયા…

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના છરછોડામાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધારાશાયી:6 મજૂરો દબાયા…

બેની હાલત અતિગંભીર અન્ય ચારને નાની મોટી ઈજાઓ:તમામ ઈજાગ્રસ્તોને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા

દાહોદ તા.05

ગરબાડા તાલુકાના છરછોડામાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધારાશાયી:6 મજૂરો દબાયા...

ગરબાડા તાલુકાના છરછોડા ગામના વેડ ફળિયામાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીની ટાંકીનું સ્લેબ તૂટતાં 6 જેટલા મજૂરો સ્લેબની નીચે દબાઈ જતા આસપાસના વિસ્તારમાં ચીસાચીસ મચી જવા પામી હતી.અને ઘટના બાદ ભેગા થયેલા આસપાસના લોકો તેમજ અન્ય મજૂરોએ પાણીની ટાંકીના સ્લેબ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા અને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી બે મજૂરોની હાલત અતિ ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઇજાઓ થતા તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી

ગરબાડા તાલુકાના છરછોડામાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધારાશાયી:6 મજૂરો દબાયા...

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છરછોડા ગામના વેડ ફળિયાના નળ સે જળ યોજના અંતર્ગત ટાંકાનું નિર્માણનું કામ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું હતું. જેમાં આજરોજ 15 થી 16 મજૂરો આશરે 30 થી 40 ફીટ ઉપર પાણીની ટાંકી નું સ્લેબ ભરવાનું કામ કરી રહ્યા હતા. જે પૈકી ત્રણથી ચાર મજૂરો ટાંકીની ઉપર ચણતર કામ કરી રહ્યા હતા.અને બાકીના શ્રમિકો નીચે કામ કરી રહ્યા હતા. આશરે સાંજના 6:30 વાગ્યા ના સુમારે નિર્માણાધીન પાણીની ટાંકીનું સેન્ટીંગ સાથે સ્લેબ તૂટતા કામ કરી રહેલા મજૂરો દબાઈ જતા 6 મજૂરો સ્લેબ નીચે દબાઈ જતા ઈજાગ્રસ્ત થયા હતા. ધડાકાભેર સ્લેબ તૂટીને નીચે પડતા કામ કરી રહેલા મજૂરોની ચીસાચીસથી ભેગા થયેલા ગામના લોકો તેમજ મજૂરોએ સ્લેબની નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢી 108 મારફતે દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે

ખસેડવામાં આવ્યા હતા.હાલ આ સમાચાર લખાય છે ત્યાં સુધી બે મજૂરોની હાલત અતિ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અન્ય 4જેટલાં મજૂરોને નાની મોટી ઇજાઓ તથા તેઓ પણ ઝાયદસ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ છે.તો બીજી તરફ આ ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસ પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલી આ પાણીની ટાંકી સ્લેબ ભરતી વખતે પડી જતા પાણીના ટાંકીમાં વપરાયેલ મટીરીયલ તેમજ ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

ઈજાગ્રસ્તોના નામ 

(1) કમલેશભાઈ દેવજીભાઈ બોહા રહેવાસી ખરોડ

 (2) ભરતભાઈ મછર રહેવાસી ઝાલોદ 

(3) સમીરભાઈ દિનેશભાઈ ડામોર રહેવાસી સાંગા ફળિયું દાહોદ 

(4)જયેશભાઈ રામસિંગભાઈ બોહા રહેવાસી ખરોડ

(5) જશવંતભાઈ રામસિંગભાઈ બોહા રહેવાસી ખરોડ

(6) મંજુલાબેન કમલેશભાઈ બોહા રહેવાસી ખરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!