
*કલેકટરશ્રીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોમેંટો આપીને શુભેચ્છા પાઠવી*
૦૦૦
કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમને ગત રોજ જિલ્લા સેવા સદન ખાતેની મુલાકાતમાં શુભેચ્છા પાઠવીને સ્વાગત કર્યું હતું. આ વેળા કલેક્ટરશ્રીએ ડીડીઓશ્રીને સ્માર્ટ સિટી દાહોદનો મોમેંટો ભેંટ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગત તા. ૩ એપ્રિલે પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ ગુજરાત અર્બન મિશન લાઇવલીહૂડ ગાંધીનગર ખાતે મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા.
૦૦૦