ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપરથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે ખેપીયાને ઝડપ્યો 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપરથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે ખેપીયાને ઝડપ્યો 

ગરબાડા : 4

મિનાક્યાર બોર્ડર પર ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી મુખ્ય સરહદ આવેલી છે

 ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ તેમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન મિનાંક્યાર બોર્ડર ઉપર ચેકીંગ હતા અને ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના સજાવાળા તરફથી ઓટોરિક્ષા નંબર0GJ6AV0912 આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીનબિયર કુલ 190 બોટલો મલી આવી હતી જેથી પોલીસે 36,964 રૂપિયાના વિદેશી દારૂ ટીન બિયરનો જથ્થો એને રીક્ષા કબજે કરી કુલ રૂપિયા 76964 નાં મુદ્દામાલ સાથે દાહોદના નસીપુરના નિતેશ રાયસીંગ પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article