
રાહુલ ગારી ગરબાડા
ઘરફોડ ચોરીના આંતર રાજ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ગરબાડા પોલીસે દબોચ્યો
દક્ષિણ ભારતમાં ગુનાઓ આચારનારા આરોપીને ગુલબાર ગામેથી ઝડપી પાડયો…
ગરબાડા : 4
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે. એલ. પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા માટે કોમ્બિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે કર્ણાટક રાજ્યના બેંગ્લોર સીટીના હેન્નુર પોલીસ સ્ટેશનના તથા કર્ણાટક રાજ્યના બેંગ્લોર સીટીના સપીગેહલી પોલીસ મથકના ઘર પર ચોરીના બે ગુનામાં નાસતો ફરતો આરોપી બહારગામ થી મજૂરી કરીને ગુલબાર ગામ ખાતે આવેલ છે જે બાતમીના આધારે પોલીસે ગુલબાર ગામે વોચ ગોઠવી અને આરોપીને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ ગરબાડા પોલીસને રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાચતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.