
રામનવમી રમજાન અને ઇદના તહેવારને અનુલક્ષીને જેસાવાડા પોલીસનું નગરમાં ફૂટ પેટ્રોલિંગ
તારીખ : ૨૯ માર્ચ
રામનવમી રમજાન અને ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
આગામી રામનવમી રમજાન ઈદ હનુમાન જયંતિ જેવા તહેવારો ની ઉજવણી થનાર છે જેમાં હિન્દુ તેમજ મુસ્લિમ ધર્મના તહેવારો પણ ઉજવણી થનાર હોય તે તહેવારોને ધ્યાનમાં લઈને જેસાવાડા બજાર ની અંદર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તથા પોલીસ સ્ટાફના માણસો હોમગાર્ડ જવાનો જી.આર. ડી જવાનો સાથે જેસાવાડા બજારના જુદા જુદા એરિયામાં એરીયા ડોમિનેશન અને રામ યાત્રાના રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને નગર જનોને રામનવમી તેમજ રમજાનના પર્વની શુભેચ્છા પાઠવી હતી