ધાનપુર પોલીસ મથકના પ્રોહીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ધાનપુર પોલીસ મથકના પ્રોહીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો..

છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને દબોચી જેલ હવાલે ધકેલ્યો 

ધાનપુર તાલુકાના અલીન્દ્રા ગામનો દારૂના ગુન્હામાં સંડોવયેલ આરોપી ધાનપુર પોલીસ મથકે દાખલ ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી, ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સધન પેટ્રોલિંગ હાથ ધરી વ્યૂહાત્મક કામગીરી હાથ ધરી રહી છે જેના ભાગરૂપે ધાનપુર પોલીસ મથકના નોંધાયેલા દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પોપટભાઈ ભુરિયા ગામ (અલીન્દ્રા) પોતાના ઘરે આવ્યો હોવાની પોલીસને બતમીમલી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી.

Share This Article