
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકા સહિત પંથકમાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી આવતી ડાળાવિધિની પરંપરા આજે પણ યથાવત
તારીખ : ૨૬ માર્ચ
દાહોદ જિલ્લોએ આદિવાસી બાહલ્યતા ધરાવતો જિલ્લો છે અહીંયા મોટા ભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે અને તેઓની વર્ષોથી ચાલતી આવતી આગવી અને અનોખી પરંપરાઓ આજે પણ આપણને યથાવત રીતે જોવા મળતી હોય છે જેમાંની એક ડાળાની વિધિની પરંપરા પણ આપણને જોવા મળી રહી છે જેમાં આદિવાસી સમાજના લોકો આ ડાળા વિધિ પોતાની લીધેલી બાધા માનતા તેમજ ગામની સુખ અને સમૃદ્ધિ અને વરસાદ સારો થાય તે માટે આ ડાળા વિધિમાં ભગવાન ઈન્દ્રની પૂજા કરતા હોય છે જે ડાળા વિધિ માણસ પોતાની સગવડ પ્રમાણે કરતા હોય છે ડાળા વિધિમાં ગામ લોકો પરંપરાગત રીતે આજુબાજુ પંથકમાં કુંભારને ત્યાંથી પોતાની માનતા પ્રમાણે ૧૦ થી ૧૨ ઘડા ખરીદતા હોય છે અને જે ઘડામાં ચાંદીની કલમ તેમજ સાંકળી મૂકીને છોકરા છોકરીઓ એક હરોળમાં પોતાના ગામ સુધી પગપાળા વાંજતે ગાજતે લઈ જતા હોય છે અને રાત્રે દરમિયાન આદિવાસી સમાજના ગીતો ગાયને બડવો બેસાડવામાં આવે છે અને આ ડાળા વિધી આખી રાત ચાલે છે અને ગામમાં મેળા જેવો માહોલ સર્જાતો હોય છે અને વહેલી પરોઢે ભોગ કરવામાં આવે છે દરમિયાન ગામમાં ડાલું બેસાડવામાં આવે તે દરમિયાન દસ દિવસ સુધી ગામમાં લગ્ન થતાં નથી અને અંતે નદી અથવા તળાવમાં આ ડાળાઓનું વિસર્જન કરવામાં આવે છે