ઝાલોદ તાલુકાના પાવડીમાં અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત…

Editor Dahod Live
2 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ઝાલોદ તાલુકાના પાવડીમાં અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત…

 

દાહોદ તા.23

ઝાલોદ તાલુકાના પાવડી ગામે અજાણ્યા વાહનની ટક્કર વાગતાં અજાણ્યા રાહદારીનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

paid pramotion 

|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||

આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી ચાલી રહેલો ગમખ્વાર માર્ગ અકસ્માતનો સીલસીલો રોકાવાનું નામ લેતો નથી. ત્યારે ઝાલોદ તાલુકાના થાળા ગામે થયેલા ગમખ્વાર અકસ્માતની શાહી પણ હજી સુકાઈ નથી ત્યાં પાવડી ગામે સર્જાયેલો ચોપડે નોંધાયો છે. વધુ એક અકસ્માતમાં રાતના અંધારામાં વાહન ચાલક ફરાર થઈ ગયો તા. 21 માર્ચના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે એક અજાણ્યો વાહન ચાલક રાત્રીના અંધારામાં પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતો હતો.તે સમયે રસ્તામાં લીમડીથી દાહોદ જતાં હાઈવે પર પાવડી ગામે ઘાસીયા ફળીયામાં રોડ પર પગપાળા જઈ રહેલા આશરે 40 વર્ષની ઉંમરના અજાણ્યા રાહદારીને અડફેટમાં લઈ માથાના ભાગે તથાશરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર તેનું મોત નિપજાવી વાહન ચાલક વાહન લઈ નાસી ગયો હતો.પોલીસે વાહન ચાલકની શોધ ખોળ શરુ કરી આ સંબંધે પાવડી ગામના લુહાર ફળિયામાં રહેતા સુરેશભાઈ ચુનીયાભાઈ પલાસે લીમડી પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article