
રાજેશ વસાવે :- દાહોદ
પવિત્ર રમજાન માસ શરૂ થતા દાહોદના વ્હોરા સમાજે રોજા ઈબાદત સાથે નજમી મસ્જિદમાં ખુદાની બંદગીમાં જોડાયો…
દાહોદ તા.23
paid pramotion
|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||
આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161
દુનિયાભરમાં પવિત્ર રમજાન માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વ્હોરા સમાજ દ્વારા અંગ્રેજી કેલેન્ડર મુજબ તારીખ 22 3 2023 થી પવિત્ર રમજાન માસની શરૂઆત કરી દીધી છે જેમાં દાહોદ શહેરમાં વસવાટ કરતા દાઉદી વોહરા સમાજ દ્વારા પણ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી તેમજ ખુદાની બંદગી કરી પવિત્ર રમજાન માસની શરૂઆત કરવામાં આવી છે જેમાં દાહોદ શહેરમાં એમ જી રોડ ખાતે આવેલી નજમી મસ્જિદ સહિતની શહેરમાં વિવિધ મસ્જિદોમાં દાઉદી વોહરા સમાજ દ્વારા વહેલી સવારથી જ રોજા રાખી અને બપોરના સમયે તેમજ સાંજના સમયે ખુદાની બંદગી કરી પવિત્ર રમજાન માસની ઈબાદતમાં જોડાયો છે ત્યારે દાહોદ શહેરમાં પણ અંગ્રેજી કેલેન્ડર મુજબ તારીખ 22 3 2023 થી દાઉદી વોહરા સમાજનો પહેલો રોજો શરૂ થયો હતો અને તેને લઈને બપોરના સમયે ધંધા રોજગાર બંધ રાખી મસ્જિદોમાં ઈબાદતમાં જોડાયા હતા અને સાંજના સમયે રોજો ઈફ્તાર કરવા પોતાના ધંધા રોજગાર બંધ કરી અને પવિત્ર રમજાન માસની બંદગીમાં જોડાઈ ખુદાની ઈબાદતમાં દાહોદનો દાઉદી વોહરા સમાજ લીન થયો છે..