
રાહુલ ગારી :- ગરબાડા
બોરખેડા ખાતે બનેલી વીજળી પડવાની ઘટનામાં ધારાસભ્યના હસ્તે પરિવારને સરકારી સહાય આપવામાં આવી..
વીજળી પડવાની ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હત
પરિવારના લોકોને 4 લાખ રૂપિયા નો ચેક ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરના હસ્તે અર્પણ કરાયો
ગરબાડા તા.19
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરના હસ્તે બોરખેડા ગામમાં કુદરતી અકસ્માતમાં જે વીજળી પડવાની ઘટના બની હતી અને વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું તેના પરિવારના લોકોને ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ તાલુકા વિકાસ અધિકારી અને તલાટીની ઉપસ્થિતિમાં ચાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો અને જે બેનનું મૃત્યુ થયું છે તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને પરિવાર ના લોકોને આ દુઃખ ની ઘડીમાં ભગવાન હિમત આપે પ્રાથના કરી હતી