
રિપોર્ટર:-રાજેશ વસાવે, દાહોદ/રાહુલ ગારી, ગરબાડા
દાહોદ-ગરબાડામાં બરફના કરા સાથે વરસાદ:સતત ત્રણ દિવસથી પંથકમાં વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા…
દાહોદમાં બરફના કરા સાથે વરસાદ વરસતા મોતી વેરાતા હોય તેવા દ્રશ્યો જોવાતા કુતુહલ સર્જાયું
બદલાયેલા વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ બર ઉનાળે ચોમાસુ જેવો માહોલ સર્જાતા આશ્ચર્ય
દાહોદ તા.18
ગુજરાતમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવતા છેલ્લા ત્રણ ચાર દિવસથી એકધારો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.તો બીજી તરફ સાઇકલોનની અસરથી મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામતા ફાગણમાં અષાઢી જેવો માહોલ સર્જાયો છે.ઠંડા પવનની સાથે આજરોજ દાહોદ તેમજ ગરબાડા પંથકમાં બરફના કરા સાથે વરસાદ વરસતા ખેડૂત પુત્રોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. બીજી તરફ દાહોદ ગરબાડામાં બરફના કરા સાથે વરસાદ વરસતા મોતી વેરાયા હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકોમાં કુતોહુલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભર ઉનાળે ચોમાસુ જેવું માહોલ સર્જાતા બેવડી ઋતુ બીમારીઓ નોતરશે તેવી પણ ભીતી સિવાય રહી છે. તો બીજી તરફ કમોસમી માવઠાના લીધે ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચવાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સાથે સાથે આકાશી વીજળી પડતા ગઈકાલ સુધી ત્રણ વ્યક્તિઓ તેમજ દસ જેટલા પશુઓ મોતને ભેટ્યા હતા ત્યારે આજે સંજેલીમાં આકાશી વીજળી પડતા બે ગાયોના મોત નીપજ્યા છે.