Tuesday, 01/07/2025
Dark Mode

હોળી-ધૂળેટીના પર્વમાં વતન પરત ફરતા લોકોમાં સઘન આરોગ્ય ઝુંબેશ : ૧૬ મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન સહિતની કામગીરી*

March 6, 2023
        1683
હોળી-ધૂળેટીના પર્વમાં વતન પરત ફરતા લોકોમાં સઘન આરોગ્ય ઝુંબેશ : ૧૬ મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન સહિતની કામગીરી*

રાજેશ વસાવે દાહોદ 

*હોળી-ધૂળેટીના પર્વમાં વતન પરત ફરતા લોકોમાં સઘન આરોગ્ય ઝુંબેશ : ૧૬ મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન સહિતની કામગીરી*
૦૦૦
દાહોદ જીલ્લામાં હોળીના તહેવારને અનુલક્ષીને લોકો તહેવાર મનાવવા માટે વતન પરત ફરતા હોય છે. તેથી જીલ્લામાં ૨૦ ફેબ્રુઆરી થી ૨૦ માર્ચ સુધી જીલ્લામા કુલ ૧૬ મોબાઈલ વાન દ્વારા જે તે ગામમાં વધારાના મમતા દિવસના રાઉન્ડ કરીને વેંકસીનેશન કરવા માટેનું આયોજન કરાયું છે. જે અંતર્ગત બાળકો અને સગર્ભા માતાઓ વેક્સિનથી વંચિત રહી ગયા છે તે તમામ બાળકો અને સગર્ભા માતાઓને વેક્સિન આપવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. તહેવારને અનુલક્ષીને મેળાઓ હાટ બજારની અંદર મોબાઈલ વાન દ્વારા વેક્સિન કરવામાં આવશે તથા આ અંગેની લોકજાગૃતિ લાવવામાં આવશે.
જીલ્લામાં અંદાજિત ૨૫૦૦ બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે તથા ૬૦૦ જેટલી સગર્ભાને રસીકરણનો લાભ આપવામાં આવ્યો છે. જીલ્લામાં જે પણ લાભાર્થીઓ બાકી રહી ગયા છે તે પોતાના વિસ્તારમાં વધારાના મમતા દિવસ રાઉન્ડ ફીમેલ હેલ્થ વર્કર બેન અને આશાબેન દ્વારા ચલાવવા આવે છે તો તેમનો સંપર્ક કરીને રસીકરણ કરાવી લેવા આરોગ્ય તંત્ર દ્વારા ઝુંબેશનાં ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવની સુચના અન્વયે આરસીએચઓ ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લામાં હોળીના તહેવારને અનુલક્ષીને હોળી કેચઅપ રાઉન્ડ અંતર્ગત ૧૬ મોબાઇલ વાન દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!