Monday, 14/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં આજે હોલિકા દહન થશે: રંગોત્સવની  ઉજવણીનો થનગનાટ 

March 6, 2023
        733
દાહોદ જિલ્લામાં આજે હોલિકા દહન થશે: રંગોત્સવની  ઉજવણીનો થનગનાટ 

દાહોદ જિલ્લામાં આજે હોલિકા દહન થશે: રંગોત્સવની  ઉજવણીનો થનગનાટ 

 પંથકમાં પરંપરાગત મેળાઓ શરૂ, મજૂરી અર્થે બહારગામ ગયેલા લોકો વતન પરત ફર્યા…

દાહોદ તા.06

દાહોદ જિલ્લામાં સોમવારના રોજ હોલીકા દહન અને ત્યાર બાદ રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. જોકે, હોલીકા દહનને લઇને જિલ્લામાં કેટલીક જગ્યાએ અસમંજસ હોવાથી કેટલાંક લોકો મંગળવારે હોલીકા દહન કરશે તેવું જાણવા મળ્યુ છે. દાહોદ જિલ્લામાં આ પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

મહત્તમ લોકો સોમવારે પરંપરાગત રીતે હોલીકા દહન કરી પૂજા-અર્ચના કરશે અને મંગળવારે અબીલ ગુલાલની છોળો ઉડાડીને રંગોના પર્વ એવા ધુળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરશે. બે અગિયારસને કારણે આ અસમંજસ પેદા થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

દાહોદ જિલ્લામાં સોમવારે મહત્તમ ગામોમાં સોમવારે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ તેની પ્રદક્ષિણાકરી પુજા-અર્ચના કરવામાં આવશે. મંગળવારે લોકો ધુળેટીની ધામધુમથી ઉજવણી કરશે. હોળી અને ધુળેટીની દાહોદ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી બાદ પરંપરાગત મેળાઓ પણ ભરાશે. જિલ્લામાં હોળી પર્વનું આગવું મહત્વ હોવાને કારણે આખુ વર્ષ મજુરી કામે રહેતાં લોકોનું આગમન આ પર્વની ઉજવણી માટે છેલ્લા ચારેક દિવસથી થઇ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!